ઈંધણના ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 94 લોકોના મૃત્યુ, 50 થી વધુ ઘાયલ
નાઈજીરીયા, 16 ઓકટોબર : નાઈજીરિયામાં એક ઈંધણ ટેન્કર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું, જે બાદ તેમાંથી ઈંધણની ચોરી કરવા માટે લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું. લોકો મોટી સંખ્યામાં ટેન્કરમાંથી તેલ કાઢવા લાગ્યા, ત્યારે અચાનક તેલના ટેન્કરમાં મોટો વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં 94 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જીગાવા રાજ્યમાં બની હતી. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ટેન્કર પલટી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટમાં 90થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ડઝનબંધ લોકો બળતણ લેવા માટે વાહન તરફ દોડી રહ્યા હતા. પોલીસ પ્રવક્તા લવાન આદમે જણાવ્યું હતું કે, જિગાવા રાજ્યમાં મધ્યરાત્રિ પછી જ વિસ્ફોટ થયો હતો જ્યારે ટેન્કર ડ્રાઇવરે યુનિવર્સિટી નજીકના હાઇવે પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી ટેન્કર પલટી ગયું. “જ્યારે વિસ્ફોટ થયો ત્યારે રહેવાસીઓ પલટી ગયેલા ટેન્કરમાંથી બળતણ કાઢી રહ્યા હતા,” એડમે કહ્યું. વિસ્ફોટ બાદ ટેન્કરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી અને 94 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો : ખેડૂતોની સુધરી દિવાળી, ઘઉં-સરસવ સહિત અનેક પાક પર MSP વધારવાનો સરકારે કર્યો નિર્ણય