ટ્રેન્ડિંગદિવાળીયુટિલીટીલાઈફસ્ટાઈલ

દિવાળીમાં ઘરે જ બનાવો હેલ્ધી મીઠાઈ, આંગળા ચાટી જશો

  • જો તમે ચણાના લોટ અને બૂંદીના લાડુ બનાવીને કંટાળી ગયા હોવ અને કંઈક અલગ ટ્રાય કરો. ઘઉંના લોટની આ મીઠાઈ સ્વાદિષ્ટ સાથે હેલ્ધી પણ છે

HD ન્યુઝ ડેસ્કઃ દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે, દિવાળી 31 ઓક્ટોબરે ઊજવવામાં આવશે. દિવાળીમાં લોકો એકબીજાના ઘરે જઈને મોં મીઠું કરે છે. ઘરમાં પણ આપણે પકવાન બનાવીએ છીએ, પરંતુ આ ખાસ અવસર પર જો તમે ચણાના લોટ અને બૂંદીના લાડુ બનાવીને કંટાળી ગયા હોવ અને કંઈક અલગ ટ્રાય કરો. ઘઉંના લોટની આ મીઠાઈ સ્વાદિષ્ટ સાથે હેલ્ધી પણ છે

બનાવવા માટેની સામગ્રી

દોઢ કપ ઘઉંનો લોટ, એક કપ મિલ્ક પાવડર, અડધી ચમચી બેકિંગ પાવડર, એક ચમચી ઘી, ગરમ દૂધ લોટ બાંધવા માટે, તળવા માટે તેલ

ચાસણી બનાવવા માટે

2 કપ ખાંડ, 3 ફોલેલી ઈલાઈચી,
2 કપ પાણી

રીત

લોટની મીઠાઈ બનાવવા માટે પહેલા એક મોટા બાઉલમાં દોઢ કપ ઘઉંનો લોટ ઉમેરો.પછી તેમાં એક કપ મિલ્ક પાવડર અને એડધી ચમચી બેકિંગ પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી અને અડધો કપ ગરમ દૂધ ઉમેરો. હવે બધી સામગ્રી સાથે લોટને સારી રીતે મસળી લો. પછી કણકને તેમાંથી રોલ બનાવો. ત્યારબાદ બોટલનું ઢાંકણું લઈને નાના સર્કલમાં કાપી લો. ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલી મીઠાઈ ઉમેરો અને તેને સોનેરી થાય ત્યાં સુધી તળો. બીજી તરફ એક પેનમાં 2 કપ ખાંડ, 3 ફોલેલી ઈલાઈચી અને 2 કપ પાણી ઉમેરો. આ પછી તેને સારી રીતે પકાવો. જેથી તેમાં તાર બનાવી શકાય. હવે તળેલા ટુકડાને ચાસણીમાં નાખો. પછી તેને 2 કલાક પલાળી રાખો. જો તમે ઈચ્છો તો તેને સમારેલા બદામથી ગાર્નિશ કરી શકો છો. હવે લોટની સ્વાદિષ્ટ મીઠાઈનો આનંદ લો.

દિવાળીમાં ઘરે જ બનાવો હેલ્ધી મીઠાઈ, આંગળા ચાટી જશો hum dekhenge news

નારિયેળના લાડુ

દિવાળી પર ઘરે બનાવી શકાય તેવી અન્ય એક મીઠાઈ છે નારિયેળના લાડુ. તેને જોઈને લોકોના મોંમા પાણી આવી જાય છે. દિવાળીના તહેવારમાં નારિયેળના લાડુ મહેમાનો માટે પણ તૈયાર કરી શકાય છે અને તમે ઘરે પણ તેનો આનંદ માણી શકો છો.

સામગ્રી

બે કપ ખમણેલું નારિયેળ, એક કપ ખાંડ, પા કપ ઘી, પા કપ દૂધ, નાની ચમચી ઈલાઈચી પાવડર, સ્વાદઅનુસાર સુકો મેવો

રીત

દિવાળી માટે નારિયેળ લાડુ એક પરફેક્ટ સ્વીટ ડિશ છે. તે સરળતાથી તૈયાર કરી શકાય છે. આ લાડુને તૈયાર કરવા માટે સૌથી પહેલા નારિયેળને ખમણી લો. કાજુ બદામને નાના ટુકડામાં કાપી લો. હવે ખાંડની ચાસણી બનાવો. આ માટે એક પેનમાં ખાંડ અને દૂધ નાંખીને તેને મધ્યમ આંચ પર પકવો. ખાંડ ઓગળી ગયા બાદ ચાસણીને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ગાઢ ન થઈ જાય. ત્યારબાદ ગેસ બંધ કરો. હવે એક મોટા વાસણમાં ટોપરાનું છીણ અને ઈલાઈચી પાવડર સારી રીતે મિક્સ કરી દો. નારિયેળના લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને તમારા હાથ વડે ધીમે ધીમે બરાબર મસળી લો અને ગોળ લાડુ બનાવો. આ પછી, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સથી લાડુ સજાવો. નારિયેળના લાડુ સેટ થઈ જાય પછી તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

આ પણ વાંચોઃ ધોયા વગર જ સાફ થઈ જશે ઘરના ગંદા પડદા, દિવાળી સફાઈ પહેલા જાણો ટ્રિક

Back to top button