ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પરાળ સળગાવવાના મુદ્દે કાર્યવાહી કરતાં કોણ રોકી રહ્યું છે? જાણો SCએ કોને પૂછ્યો પ્રશ્ન

  • બંને રાજ્યોના મુખ્ય સચિવોને રૂબરૂ હાજર થવાનું સુપ્રિમ કોર્ટનું ફરમાન

નવી દિલ્હી, 16 ઓકટોબર: સુપ્રીમ કોર્ટે આજે બુધવારે પરાળ સળગાવવા મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવી છે અને પ્રશ્ન પૂછ્યો કે, પરાળ સળગાવવાના મુદ્દે કાર્યવાહી કરતાં તમને કોણ રોકી રહ્યું છે? નામ આપો, અમે કોર્ટમાં બોલાવીશું. કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને આગામી બુધવારે એટલે કે 23 ઓક્ટોબર રૂબરૂ હાજર રહેવા કહ્યું છે. આ સિવાય કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને બંને રાજ્યોના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

 

સુપ્રીમ કોર્ટ તેના આદેશો અને CAQM દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવા પર નારાજ થઈ હતી. કોર્ટે પંજાબના એડવોકેટ જનરલને કહ્યું કે, “જો મુખ્ય સચિવ(Chief Secretary) કોઈના કહેવા પર કાર્યવાહી નથી કરી રહ્યા, તો તેમનું નામ આપો. અમે તેમને પણ કોર્ટમાં બોલાવીશું. કોર્ટે વધુમાં કહ્યું કે, ISRO તમને પરાળ સળગાવવાની રિયલ ટાઈમ માહિતી આપે છે, પરંતુ તમારા અધિકારીઓ એવું લખી નાખે છે કે, તેઓને તે જગ્યાએ આવું કંઈ જોવા મળતું નથી. માત્ર દેખાડો કરવા માટે દંડ ફટકારે છે.

દાંત વગરના વાઘ સાથે કરી CAQMની સરખામણી

જસ્ટિસ અભય એસ ઓકાની આગેવાની હેઠળની બેંચે હરિયાણા સરકારના અધિકારીઓ સામે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે CAQMની તુલના દાંત વગરના વાઘ સાથે પણ કરી હતી. પરાળ સળગાવવાના મુદ્દે હરિયાણા સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશોએ કહ્યું કે, આ કોઈ રાજકીય મામલો નથી.

પંજાબ સરકારે પણ આપ્યો ઠપકો 

કોર્ટે આ મુદ્દે પંજાબ સરકારને પણ સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી. શું તમારું આ વર્તન વ્યાજબી ગણી શકાય? છેલ્લી વખતે તમે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમારી વાત નથી સાંભળતી? આજે આપણે જોઈએ છીએ કે તમે ટ્રેક્ટર અને ડીઝલ માટે એક પણ પ્રસ્તાવ નથી આપ્યો? સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારના વકીલને પૂછ્યું કે, શું તમે તમારી જરૂરિયાતો કેન્દ્રને ક્યાંય જણાવી છે? કેન્દ્ર કેવી રીતે સમજશે? આ તમારા મુખ્ય સચિવ દ્વારા સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. અમારા આદેશોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. તમે ખોટા નિવેદનનો બચાવ કરી રહ્યા છો.

આ પણ જૂઓ: મસ્જિદમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા ગુનો નથી: કર્ણાટક હાઈકોર્ટે કેમ આવું કહ્યું? જાણો

Back to top button