Googleએ Android 15 રિલીઝ કર્યું, કયા ફોનમાં મળશે આ અપડેટ? જાણો
- Android 15માં પ્રાઈવેટ સ્પેસ અને આર્કાઇવ એપ્સ જેવા ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા
HD ન્યૂઝ ડેસ્ક, 16 ઓક્ટોબર: Googleએ સત્તાવાર રીતે Android 15 લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેનું સ્ટેબલ વર્ઝન બહાર પાડ્યું છે. જોકે, Android 15 હાલમાં Pixel યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. અન્ય યુઝર્સે થોડા દિવસ માટે રાહ જોવી પડશે. અન્ય બ્રાન્ડના ફોનને આ વર્ષના અંત સુધીમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ મળશે.
કંપનીએ આ અપડેટમાં પ્રાઈવેટ સ્પેસનું ફીચર ઉમેર્યું છે, જે યુઝર્સને અલગ સ્પેસ બનાવવાની સ્વતંત્રતા આપે છે. યુઝર્સ તેમની તમામ પ્રાઈવેટ એપ્સ આ સ્પેસમાં રાખી શકે છે. અહીં યુઝર્સ પોતાની માહિતીને અન્ય લોકોની નજરથી સુરક્ષિત રાખી શકે છે. વધુમાં, ઓથેન્ટિકેશનનું વધારાનું સ્તર પણ ઉપલબ્ધ છે.
કયા યુઝર્સને Android 15 અપડેટ મળશે?
કંપનીએ માત્ર Pixel યુઝર્સ માટે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ રિલીઝ કરી છે. નવા ફીચર્સનું ઍક્સેસ Pixel 6 સિરીઝ – Pixel 6, Pixel 6 Pro અને Pixel 6aને મળશે. આ સિવાય Pixel 7 સીરીઝ (Pixel 7, Pixel 7 Pro અને Pixel 7a), Pixel 8 સીરીઝ (Pixel 8, 8a અને Pixel 8 Pro), Pixel Fold અને Pixel Tabletને મળશે.
આ સિવાય લેટેસ્ટ Pixel 9 સિરીઝને પણ તેનો સપોર્ટ મળશે. આ તમામ ડિવાઇઝને OTA દ્વારા અપડેટ્સ મળશે. તેને એન્ડ્રોઇડ ડેવલપર વેબસાઇટ પરથી મેન્યુઅલી પણ ડાઉનલોડ કરી શકાય છે.
અન્ય કયા ડિવાઇઝને અપડેટ મળશે?
Googleએ પહેલેથી જ પુષ્ટિ કરી છે કે, Android 15 અપડેટ Samsung, iQOO, Nothing, OnePlus, Vivo, Xiaomi, Honor અને અન્ય બ્રાન્ડ્સના ફોનને પણ મળશે. પરંતુ આ બ્રાન્ડ્સના ફોનને થોડા સમય પછી સ્ટેબલ અપડેટ મળશે.
ઘણા નવા ફીચર્સ મળશે
Android 15માં ઘણા નવા ફીચર્સ જોવા મળશે. કંપની ઇન-એપ કેમેરા કંટ્રોલ, લો લાઇટ બૂસ્ટ, HDR હેડરૂમ કંટ્રોલ અને અન્ય નવા કેમેરા ફીચર્સ ઓફર કરી રહી છે. જેમાં તમને વધુ સારું AV1 સોફ્ટવેર ડીકોડર, PDF હેન્ડલિંગ અને ગ્રાફિક્સ સંબંધિત ઘણા ફીચર્સ મળશે.
યુઝર્સ એપ્લિકેશનોને આર્કાઇવ કરીને તેમની સ્પેસ ખાલી કરી શકશે. આ સાથે પ્રાઈવેટ સ્પેસ બનાવવાનો વિકલ્પ પણ મળશે. Android 15ને સારું પ્રિવ્યૂ, પિક્ચર-ઇન-પિક્ચર, DND નિયમ, સેટેલાઇટ કનેક્ટિવિટી, સારું NFC અને વૉલેટ જેવા ઘણા સુધારાઓ મળશે.
આ પણ જૂઓ: શું તમે જાણો છો મૃત્યુ પછી ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું શું થાય છે? ના, તો વાંચો