ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ખાંસીથી ઝડપથી છુટકારો મેળવવા માટે અપનાવો ઘરેલુ નુસખા

Text To Speech
  • ખાંસીથી ઝડપથી છુટકારો મળે તેવું કોણ નથી ઈચ્છતું? ખાંસી આપણને કંટાળો અપાવી શકે છે, પરંતુ બદલાતી ઋતુમાં તેનું થવું સામાન્ય છે.

HD ન્યુઝ ડેસ્કઃ ખાંસી એ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈપણ સમયે થઈ શકે છે, ખાસ કરીને બદલાતી ઋતુમાં. ખાંસી આમ તો થોડા જ દિવસોમાં ઠીક થઈ જાય છે, પરંતુ તે કંટાળો પણ અપાવી શકે છે. કોઈ પણ જાહેર સ્થળે, કોઈ મિટિંગમાં, ઓફિસમાં જ્યારે ખાંસી ખાઈએ ત્યારે આપણે ખુદ દ્વિધામાં મુકાઈએ છીએ. જો તે સતત ચાલુ રહે તો તેની ખરાબ અસર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે ખાંસીથી જલ્દી સાજા થવા ઘરેલું ઉપચારનો આશરો લઈ શકો છો.

મધ અને આદુનું સેવન

  • મધ અને આદુનું મિશ્રણ ઉધરસ માટે સૌથી અસરકારક ઘરેલું ઉપચાર માનવામાં આવે છે.
  • તાજા આદુને છીણીને તેનો રસ કાઢો. તેમાં એક ચમચી મધ ઉમેરો અને દિવસમાં 2-3 વખત તેનું સેવન કરો.
  • તે સૂકી અને કફવાળી બંને પ્રકારની ઉધરસમાં રાહત આપશે.

ખાંસીથી ઝડપથી છુટકારો મેળવવા માટે અપનાવો ઘરેલુ નુસખા hum dekhenge news

હળદર અને દૂધ

  • હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપને ઘટાડવામાં મદદ કરે છે.
  • હળદરવાળું દૂધ ઉધરસ માટે જૂનો અને અસરકારક ઉપાય છે.
  • એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરો.
  • રાત્રે સૂતા પહેલા તે પીવો. તેનાથી ગળાના દુખાવામાં રાહત મળશે અને ખાંસી પણ ઓછી થશે.

તુલસી અને મધની ચા

  • તુલસીને ભારતીય ચિકિત્સામાં અસરકારક દવા તરીકે ઓળખવામાં આવે છે.
  • તુલસીના પાનમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે, જે ચેપને દૂર કરવામાં મદદ કરે છે.
  • 5-6 તુલસીના પાનને પાણીમાં ઉકાળો. તેમાં થોડું આદુ અને મધ મિક્સ કરીને દિવસમાં 2-3 વખત પીવો.
  • આ ઉપાયથી ખાંસી અને ગળામાં ખરાશથી ઘણી રાહત મળશે.

નાસ લો

  • ઉધરસ અને શરદીમાં પણ નાસ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે.
  • તેનાથી ગળા અને નાકનો સોજો ઓછો થાય છે અને નાક અને છાતીમાં એકઠો થયેલો કફ છૂટો પડે છે.
  • એક મોટા વાસણમાં પાણી ગરમ કરો.
  • તમારા માથાને ટુવાલથી ઢાંકીને નાસ લો. આ ઉપાય ગળામાં સોજો અને ખાંસીમાં અસરકારક છે.

આ પણ વાંચોઃ બદલાતી સીઝનમાં શરદી-ખાંસીથી બચો, આ ઘરેલુ ઉપાયોથી સ્વસ્થ રહો

Back to top button