ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

શેરીમાં મહિલા પર અચાનક પડી પાણીની ટાંકી, પછી શું થયું? જૂઓ આ વીડિયો

Text To Speech
  • શેરીઓમાં ઝઘડા એ સામાન્ય બાબત છે, ક્યારેક કચરાને લઈને બબાલ થાય તો ક્યારેક પાણી ઢોળવાને લઈને વિવાદ સર્જાઇ

HD ન્યૂઝ ડેસ્ક, 15 ઓકટોબર: શેરીઓમાં ઝઘડા એ સામાન્ય બાબત છે. ક્યારેક કચરાને લઈને બબાલ થાય તો ક્યારેક પાણી ઢોળવાને લઈને વિવાદ સર્જાઇ છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર લોકોને ગલીપચી કરી રહ્યો છે, જેમાં એક મોટી પાણીની ટાંકી અચાનક શેરીમાં સફરજન ખાતી મહિલા પર પડે છે. આ વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આંટીનું નસીબ સારું હતું નહીં તો તે ગંભીર રીતે ઘાયલ થઈ જાત. કેટલાક લોકો ખોખલી ટાંકીમાં આંટીને ઘૂસતા જોઈને ચોંકી જાય છે. આ આશ્ચર્યજનક વીડિયો જોયા બાદ હવે કેટલાક લોકો મજા માણી રહ્યા છે અને લખી રહ્યા છે કે, ગમે તે થાય, પણ ખાવાનું બંધ ન કરવું જોઈએ.

જૂઓ મહિલાનો આ વીડિયો

 

પાણીની ટાંકી મહિલા પર ખાબકી

માત્ર 22 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેની પુષ્ટિ થઈ નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા સફરજન ખાતી વખતે શેરીની એક બાજુથી બીજા ઘર તરફ ચાલી રહી છે. આ દરમિયાન અચાનક તેના પર એક કાળી ટાંકી પડે છે. આંટી થોડીવાર માટે ટાંકીમાં અદૃશ્ય થઈ જાય છે. જો કે, ટાંકી ખોખલી હોવાથી મહિલા ઢાંકણના ભાગથી ડોકિયું કરતી જોવા મળે છે.

વીડિયો જોઈને લોકો પણ લઈ રહ્યા છે મજા

આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું કે, “શું થયું?” અન્ય એક યુઝરે લખ્યું કે, “ખાવાનું બંધ ન થવું જોઈએ.” ત્રીજા યુઝરે લખ્યું કે, “મહિલા નસીબદાર હતી, જો બચી ગઈ.” ચોથા યુઝરે લખ્યું કે, “પહેલા દીદીને ટાંકીમાંથી બહાર કાઢો… પછી લડી લેજો.

આ પણ જૂઓ: ‘હું કંપની છોડી રહ્યો છું, પણ પાછો આવીશ’ કર્મચારીએ રાજીનામામાં લખી આ વાત, જૂઓ

Back to top button