ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Maruti Balenoનું Regal Edition શાનદાર ફીચર્સ સાથે લોન્ચ, 45થી 60 હજારનો વધારો

Text To Speech
  • તહેવારોની સિઝનમાં ગ્રાહકોને વધુ વિકલ્પો આપવા અને તેનું વેચાણ વધારવા મારુતિ Regal Edition લાવ્યું 

નવી દિલ્હી, 15 ઓકટોબર: ભારતીય બજારમાં હેચબેક અને પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં ઘણા શાનદાર વાહનો ઓફર કરવામાં આવે છે. મારુતિ પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં Baleno પણ લાવે છે. તહેવારોની સિઝનમાં ગ્રાહકોને વધુ વિકલ્પો આપવા અને તેનું વેચાણ વધારવા માટે, મારુતિએ આ વાહનની નવું Regal Edition લાવ્યું છે. દિવાળીના અવસર પર મર્યાદિત સમય માટે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં ઓફર કરાયેલ Balenoની નવી આવૃત્તિ તરીકે રીગલ એડિશન લોન્ચ કરવામાં આવી છે.

કેવા છે ફીચર્સ?

કંપની તમામ વેરિઅન્ટ્સ પર નવી એડિશન ઓફર કરી રહી છે. જેમાં દરેક વેરિઅન્ટ માટે અલગ-અલગ ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. અંડરબોડી સ્પોઇલર, પ્રીમિયમ સીટ કવર, 3ડી મેટ, બોડી સાઇડ મોલ્ડિંગ, મડ ફ્લેપ્સ, 3ડી બૂટ મેટ, ક્રોમ ગાર્નિશ, ઇન્ટિરિયર સ્ટાઇલિંગ કિટ, વેક્યુમ ક્લીનર, ફોગ લેમ્પ, બોડી કવર, નેક્સા કુશન, ડોર વાઇઝર, પ્રોટેક્ટીવ સિલ ગાર્ડ, એર ઇન્ફ્લેટર, વિન્ડો કર્ટેન, લોગો પ્રોજેક્ટર લેમ્પ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

કિંમત કેટલી વધશે?

Maruti Baleno Regal edition
@Maruti Baleno Regal edition

જો કોઈ Regal Edition સાથે Maruti Baleno ખરીદે છે, તો તમારે વાહનની સામાન્ય કિંમતની સાથે કેટલીક વધારાની કિંમત ચૂકવવી પડશે. જો આ એડિશન સાથે કારનું સિગ્મા વેરિઅન્ટ ખરીદો છો, તો વધારાના 60,199 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ સાથે રીગલ એડિશન માટે 49990 રૂપિયા, Zeta વેરિઅન્ટ સાથે 50428 રૂપિયા અને આલ્ફા વેરિઅન્ટ સાથે આ એડિશન માટે 45829 રૂપિયા ચૂકવવા પડશે. મારુતિ બલેનોની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.66 લાખથી શરૂ થાય છે અને તેના ટોપ વેરિઅન્ટને રૂ. 9.83 લાખની ક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.

કોની સાથે છે સ્પર્ધા?

બલેનો ભારતીય બજારમાં પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં મારુતિ દ્વારા ઓફર કરવામાં આવી છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડાઈની i20, Tataની Altroz ​​અને Toyota Glanza જેવી કાર્સ વેચાણ માટે ઉપલબ્ધ છે. જેની સાથે મારુતિ બલેનો સીધી સ્પર્ધા કરે છે.

આ પણ જૂઓ: ઇલોન મસ્કે સ્ટીયરિંગ વ્હીલ વગર ચાલતી પ્રથમ રોબોટેક્સી કરી લોન્ચ, પોતે લીધી ટેસ્ટ ડ્રાઈવ

Back to top button