ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અંકલેશ્વર બાદ હવે દાહોદની ફાર્મા કંપનીમાંથી 168 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું

  • દિલ્હીથી ડીઆરઆઈની ટીમનો જાગવાના મેઘનગરમાં દરોડો 
  • 112 કિલોના જથ્થા સાથે વડોદરાના એક સહિત ચાર શખ્સોની ધરપકડ

દાહોદ, 15 ઓક્ટોબર : અંકલેશ્વરમાં કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડાયા બાદ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના સરહદે આવેલા જાગવાના મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની ડીઆરઆઈની ટીમે દરોડા પાડી 168 કરોડ કિંમતનું 112 કિલો એમડી ડ્રગનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ દાહોદના બે, વડોદરાનો એક મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી.

ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી કંપની સીલ કરી દેવાઈ

મળતી માહિતી મુજબ, મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિલ્હી ડીઆરઆઈ (ડાયરેકટેડ રેવન્યૂ ઇન્ટેલિજન્ટ)ની ટીમે દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન દવા બનાવતી કંપનીમાંથી 36 કિલો ડ્રગ પાઉડર, 76 કિલો લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલો મેફ્રોડોન ડ્રગનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવી હતી. આ દરમિયાન કંપનીમાં હાજર વિજય ગોવિંદ સિંઘ રાઠોડ (રહે.વડોદરા), રતન નેવાભાઈ નળવાયા, વૈભવ રતન નળવાયા તેમજ રમેશ દીતીયા (બસી વેરાવલી તળાવ ફળિયા મેઘનગર) મળી કુલ ચાર ઈસમોને ધરપકડ કરવામાં આવી છે.

શરૂઆતમાં દવાનું ઉત્પાદન શરૂ કર્યું હતું

આ દવાની કંપની દોઢ વર્ષ અગાઉ ગુજરાતના દીપક નામના વ્યક્તિ દ્વારા હેન્ડઓવર કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં દવા બનાવ્યા બાદ એમડી ડ્રગનું નિર્માણ કરી વેચવામાં આવી રહ્યું હતું. પકડાયેલા ઉપરોક્ત ચારેય પૈકી વડોદરાનો વિજય રાઠોડ સંચાલક હોવાનું સામે આવ્યું છે. દાહોદ તાલુકાના નવાગામના ઉપરોક્ત બંને વ્યક્તિ ઓપરેટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. મેઘનગરનો રમેશ બસી ચોકીદાર તરીકે કામ કરતો હતો.

ચારેય શખસોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

મેઘનગર ફાર્મ કેપ પ્રાઇવેટ લિમિટેડમાં પ્રતિબંધિત 168 કરોડની એમડી ડ્રગ સાથે પકડાયેલા ચારેય ઇસમોને કોર્ટમાં રજૂ કરતા સંચાલક વિજય રાઠોડના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અન્ય ત્રણ ઈસમોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ડીઆરઆઈની ટીમે ફેક્ટરીમાંથી કેમિકલ તેમજ અન્ય મશીનરી જપ્ત કરી હતી. ઇન્જેક્શન ફોર્મ, પાઉડર ફોર્મ તેમજ અન્ય એક ફોર્મ મળી કુલ 3 ફોર્મમાં એમડી ડ્રગ બનાવી રહ્યા હોવાનું એજન્સીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો :- રિલાયન્સના નફામાં ઘટાડો, માર્કેટ ખુલતાં જ શેરના ભાવ તૂટ્યા, જાણો કેટલા થયા

Back to top button