ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દીપડો દોડતો આવ્યો અને લોકોના ટોળા પર તૂટી પડ્યો! વીડિયો જોઈને રહી જશો દંગ

  • લોકોએ દીપડાને લાકડીઓ અને વાંસ વડે ખૂબ માર માર્યો

HD ન્યૂઝ ડેસ્ક, 15 ઓકટોબર: સોશિયલ મીડિયા પર દીપડાના હુમલાના ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. હાલમાં આવો જ એક વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો અને તેને ભગાડવા લોકોનું ટોળું એકઠું થયું ત્યારે દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો. જે બાદ લોકોએ દીપડાને લાકડીઓ અને વાંસ વડે ખૂબ માર માર્યો. જ્યારે દીપડાને ખબર પડી કે જો તે આ જગ્યાએ વધુ સમય રોકાશે તો લોકો તેને મારી નાખશે. આવી સ્થિતિમાં દીપડો મોકો મળતા જ નાસી છૂટે છે.

જૂઓ દીપડાનો વીડિયો

 

દીપડાએ લોકો પર હુમલો કર્યો

ગામના લોકો પર દીપડાના હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, દીપડો એક ઘરમાં છુપાયેલો છે. જ્યારે ગામના લોકો આ વિશે સાંભળે છે, ત્યારે તેઓ બધા દીપડાને મારવા માટે લાકડીઓ અને વાંસ સાથે આવે છે અને દીપડાને તે ઘરમાંથી ભગાડવાનો પ્રયાસ શરૂ કરે છે. આ દરમિયાન, દીપડો ખૂબ જ ઝડપથી તેમની તરફ દોડે છે અને ગામના લોકો પર ત્રાટકી પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, દીપડો એક સાથે બે-ત્રણ લોકો પર ત્રાટકી પડે છે. આવી સ્થિતિમાં દીપડાના હુમલાને જોઈને ગામના લોકો દીપડાને લાકડીઓ વડે મારવા લાગ્યા. જ્યારે દીપડાને ખબર પડી કે, હવે તેના માટે અહીંથી ભાગવું મુશ્કેલ છે, ત્યારે તે તરત જ મોકો જોઈને ત્યાંથી ભાગીને પાછો કોઈક ઘરમાં ઘૂસી ગયો.

યુઝર્સે લોકોના દીપડા પ્રત્યેના વલણને ખોટું ગણાવી ટીકા કરી 

આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 લાખ લોકો જોઈ ચૂક્યા છે અને 4.5 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયોને @garrywalia_ નામના યુઝરે સોશિયલ સાઈટ X પર શેર કર્યો છે. ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ પણ કરી અને લોકો પર દીપડાને મારવાનો આરોપ લગાવ્યો. જેમ કે એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, ગૂઝબમ્પ્સ આવી ગયા પણ એક વાત ન સમજાઈ કે, “આમાંથી પ્રાણી કોણ છે? એ કે જે તેના વ્યવહાર પર કાયમ છે અથવા તે જે પોતાના વ્યવહારને સંપૂર્ણપણે ભૂલી ગયો છે? તમે પણ કહી શકો છો.” બીજાએ લખ્યું કે, “આ ખરેખર ખતરનાક છે પરંતુ આ પ્રકારની પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. કાયદા પ્રમાણે વન વિભાગે જાતે જ આવી કામગીરી કરવી જોઈએ.” ત્રીજાએ લખ્યું કે, “ગ્રામજનોએ એક દીપડાને માર્યો જ્યારે તે રહેણાંક વિસ્તારમાં આવ્યો. આ ઘટના દર્શાવે છે કે, આપણે આપણા જંગલો અને કુદરતી રહેઠાણોને બચાવવાની કેટલી જરૂર છે. જ્યારે આપણે આપણી ઇકોસિસ્ટમને સાચવીશું ત્યારે જ આપણે માનવ-વન્યજીવન સંઘર્ષને ઘટાડી શકીશું.

આ પણ જૂઓ: ગુસ્સે થયેલા હાથીએ કારને રમકડાંની જેમ ફંગોળીઃ જૂઓ વીડિયો

Back to top button