ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં વડિલોનું કોર્પોરેશન દર મહિને ઘરે જઇને હેલ્થ ચેકઅપ કરશે

Text To Speech
  • જરૂર પડે તો વડિલોને દવા અને જરૂરી ટેસ્ટ પણ નિઃશુલ્ક કરી આપવાની તૈયારી
  • ડોક્ટર્સ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફની પણ ભરતી કરીને ખાસ ટીમ બનાવવામાં આવશે
  • 60 વર્ષથી વધુ વયના વડિલોને ઘરે જઇને દર મહિને ડોક્ટર સહિતની ટીમ મેડિકલ ચેકઅપ કરશે

ગુજરાતના ગાંધીનગર શહેરમાં વડિલોનું કોર્પોરેશન દર મહિને ઘરે જઇને હેલ્થ ચેકઅપ કરશે. જેમાં ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વડિલોના સ્વાસ્થ્ય માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહી છે. જેમાં 60 વર્ષથી વધુ વયના તમામ વડિલોને ઘરે જઇને દર મહિને ડોક્ટર સહિતની ટીમ દ્વારા ડાયાબીટીસ, બીપીની સાથે તેમનું મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જરૂર પડે તો વડિલોને દવા અને જરૂરી ટેસ્ટ પણ નિઃશુલ્ક કરી આપવાની તૈયારી

ઉલ્લેખનીય છે કે જરૂર પડે તો વડિલોને દવા અને જરૂરી ટેસ્ટ પણ નિઃશુલ્ક કરી આપવાની તૈયારી હાલ કોર્પોરેશને બતાવી છે. આ નિઃશુલ્ક પ્રોજેક્ટનું બાળ મરણ ન થઇ જાય તે માટે તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફની ટીમ ઉભી કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા ફેમેલી હેલ્થ સર્વે ઉપર નજર કરીએ તો, કુલ વસ્તી 4.70 લાખ જેટલી છે જેમા 60 વર્ષથી ઉપરના 22,083 પુરુષો તથા 20,112 મહિલા મળીને કુલ 42,200 વૃધ્ધોનો સમાવેશ થાય છે. ઉંમર વધવાને કારણે વૃદ્ધોને ઘણી બિમારીઓ થતી હોય છે ત્યારે તેમની સ્વાસ્થની ચિંતા કરીને કોર્પોરેશન દ્વારા ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ડોક્ટર્સ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફની પણ ભરતી કરીને ખાસ ટીમ બનાવવામાં આવશે

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, સિનીયર સિટીઝનમાં બીપી, ડાયાબીટીસ સહિતની ઘણી બિમારીઓ અવસ્થાને કારણે હોય છે જેનું નિયમિત ચેકઅપ નહીં થવાને કારણે આ બિમારીઓની સાથે શારીરિક તકલીફો વધતી હોય છે ત્યારે આ સ્થિતિ નિવારવા માટે કોર્પોરેશન દ્વારા વયસ્કોનું ઘરે જઇને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનો નવો પ્રોજેક્ટ હાથ ધરવા જઇ રહ્યું છે જે માટે ડોક્ટર્સ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફની પણ ભરતી કરીને ખાસ ટીમ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો 

Back to top button