ટ્રેન્ડિંગનેશનલ

‘હું કંપની છોડી રહ્યો છું, પણ પાછો આવીશ’ કર્મચારીએ રાજીનામામાં લખી આ વાત, જૂઓ

Text To Speech
  • લોકો કર્મચારી દ્વારા લખવામાં આવેલા રાજીનામાને સોશિયલ મીડિયા પર ખૂબ એન્જોય કરી રહ્યા છે

HD ન્યૂઝ ડેસ્ક, 15 ઓકટોબર: ઘણીવાર વિચિત્ર અને આશ્ચર્યજનક નોકરીની ઓફર અથવા રાજીનામા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. કેટલાક એવા હોય છે જેમાં કર્મચારીઓ તેમની સમસ્યાઓ વિશે લખે છે અને કેટલાક એવા હોય છે કે જે વાંચીને કોઈ પણ પોતાના હાસ્યને રોકી શકતું નથી. હવે આવો જ એક અન્ય લેટર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેને વાંચીને કોઈને ચોક્કસથી હસવું આવશે. કર્મચારીએ આ રાજીનામું પત્ર એટલી પ્રામાણિકતા સાથે લખ્યો છે કે, લોકો તેને સોશિયલ મીડિયા પર ખૂબ એન્જોય કરી રહ્યા છે.

જૂઓ રાજીનામા પત્ર 

 

 

View this post on Instagram

 

A post shared by Wall Street Oasis (@wallstreetoasis)

રાજીનામામાં વ્યક્તિએ શું લખ્યું?

વાયરલ થઈ રહેલા આ રાજીનામામાં વ્યક્તિએ લખ્યું કે, અત્યારે હું કંપની છોડી રહ્યો છું, પરંતુ જો સ્થિતિ સારી નહીં થાય તો હું પાછો આવીશ. લોકો રાજીનામામાં લખવામાં આવેલી પાછી ખેંચી લેવાની વાતની ખૂબ જ મસ્તી કરી રહ્યા છે અને ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “ભાઈએ પોતાનો પ્લાન B તૈયાર કરી લીધો છે.” બીજાએ કહ્યું કે, “એ કહેવું હંમેશા યોગ્ય છે કે હું ભવિષ્યમાં તમારા એમ્પ્લોયર પાસે પાછો આવી શકું છું. તે કામ કરે છે.” આ પોસ્ટ પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાજીનામાની શરૂઆતમાં લખવામાં આવ્યું કે, મારા રાજીનામાના કારણો નીચે લખેલા છે. આગળ લખ્યું કે, મને એક કંપનીમાં નવી નોકરી મળી છે અને હું એકવાર ત્યાં જઈને કામ કરવા માંગુ છું. પણ જો ત્યાં બધું બરાબર નહીં ચાલે તો હું પાછો આવીશ. હું મને સામેલ કરવા માટે મારા તમામ મેનેજરનો આભાર માનું છું. ખાસ કરીને શ્રી નેપ્પોનો, હું કંપનીને શુભેચ્છા પાઠવું છું. આભાર.” આ સાથે વ્યક્તિ પત્ર પૂર્ણ કરે છે. આ પોસ્ટ @wallstreetoasis હેન્ડલથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તેને 38 હજારથી વધુ વખત લાઈક મળી ચૂકી છે.

આ પણ જૂઓ: ગુસ્સે થયેલા હાથીએ કારને રમકડાંની જેમ ફંગોળીઃ જૂઓ વીડિયો

Back to top button