ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો

Text To Speech
  • રેગ્યુલર જામીન અરજી નામંજૂર થયા બાદ સાગઠિયાએ જામીન અરજી કરી હતી
  • સસ્પેન્ડેડ પૂર્વ TPO મનસુખ સાગઠિયાની જામીન અરજી નામંજૂર થઇ છે
  • સાગઠિયાની જામીન અરજી બંને પક્ષોની દલીલો-રજૂઆતો બાદ અદાલતે નામંજૂર કરી

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં સસ્પેન્ડેડ પૂર્વ TPO મનસુખ સાગઠિયાની જામીન અરજી નામંજૂર થઇ છે. 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અન્ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠિયાએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

અગાઉ કેસ સેશન્સ કમિટ થયા બાદ પાંચ આરોપીઓની જામીન અરજી અદાલત નામંજૂર કરી ચૂકી છે

આ અગાઉ કેસ સેશન્સ કમિટ થયા બાદ પાંચ આરોપીઓની જામીન અરજી અદાલત નામંજૂર કરી ચૂકી છે. આરોપી મનસુખ સાગઠિયાએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. તેની સાથે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઇ જીવાભાઈ ઠેબાએ તેની માતાનું અવસાન થતાં ચાલીસમાની વિધિમાં હાજરી આપવા માટે માનવતાના ધોરણે બે દિવસના વચગાળાના જામીન આપવા અરજી કરી હતી. જેમાંથી ભીખાભાઇ જીવાભાઈ ઠેબાની અરજી અદાલતે મંજૂર કરી હતી. જ્યારે સાગઠિયાની જામીન અરજી બંને પક્ષોની દલીલો-રજૂઆતો બાદ અદાલતે નામંજૂર કરી હતી.

રેગ્યુલર જામીન અરજી નામંજૂર થયા બાદ સાગઠિયાએ જામીન અરજી કરી હતી

આ કેસ સેશન્સ કમિટ થયા બાદ સૌથી પહેલા તત્કાલીન ચિફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, બે તત્કાલીન એટીપીઓ ગૌતમ જોષી, રાજેશ મકવાણા અને જમીન માલિક અશોકસિંહ જાડેજાએ જામીન અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. ત્યાર પછી જમીનના બીજા માલિક કિરીટસિંહ જાડેજાએ પણ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આ પાંચ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર થયા બાદ સાગઠિયાએ જામીન અરજી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: બુટલેગર પાસેથી કેસની પતાવટ માટે લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા

Back to top button