ગુજરાત: બુટલેગર પાસેથી કેસની પતાવટ માટે લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા
- આણંદના પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા
- ચારેય કર્મીઓને નડિયાદની કચેરી ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- પોલીસ કર્મીઓને નડિયાદ એસીબીની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા
ગુજરાતમાં એસીબીએ લાંચિયા કર્મચારીઓ પર સકંજો બનાવ્યો છે. જેમાં આણંદના પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા છે. તેમાં પેટલાદમાં મહિલા બુટલેગર પાસેથી પ્રોહિબીશનના કેસની પતાવટ માટે રૂપિયા 45 હજારની લાંચ માંગનાર એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલો મળી કુલ ચાર પોલીસ કર્મચારીઓને નડિયાદ એસીબીએ ઝડપી પાડયા હતા.
ચારેય કર્મીઓને નડિયાદની કચેરી ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ચારેય કર્મીઓને નડિયાદની કચેરી ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેટલાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને કોન્સ્ટેબલોએ વિદેશી દારૂના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી રૂપિયા 45 હજારની લાંચ માંગી હતી. મહિલા બુટલેગરે આ અંગે નડિયાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ પેટલાદ શહેરની સ્ટેશન ચોકીએ છટકું ગોઠવ્યું હતુ.
પોલીસ કર્મીઓને નડિયાદ એસીબીની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા
નડિયાદ એસીબીએ છટકું ગોઠવી એએસઆઈ રામભાઈ વેલાભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ દોલુભાઈ અને કોન્સ્ટેબલ વનરાજસિંહ કેસરીસિંહને ઝડપી પાડયા હતા. ત્યારબાદ ચારેય પોલીસ કર્મીઓને નડિયાદ એસીબીની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા વિવિધ વિસ્તારમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકાશે