સ્પોર્ટસ

ત્રીજી T-20માં ભારતે વેસ્ટઈન્ડિઝને 7 વિકેટથી હરાવી PAKની બરોબરી કરી, 5 મેચની શ્રેણી ટીમ ઈન્ડિયા 2-1થી આગળ

Text To Speech

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ T20 મેચ સિરિઝની ત્રીજી મેચ મંગળવારે સેન્ટ કિટ્સ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી હતી. વેસ્ટઈન્ડિઝે આપેલા 164 રનના પડકારને ભારતે 19 ઓવરમાં 3 વિકેટના નુક્સાને પાર પાડી લીધો હતો. ભારતની જીતનો હિરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે 44 બોલમાં 76 રન ફટકાર્યા હતા. તો ઋષભ પંતે 26 બોલમાં 33 રન માર્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી ડોમેનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર અને અકીલ હોસને 1-1 વિકેટ લીધી હતી. સૂર્યકુમાર યાદવને તેની 76 રનની ધમાકેદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ કરી પાકિસ્તાનના રેકોર્ડની બરોબરી
આ જીત સાથે જ ભારતે પાકિસ્તાનના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ભારત અને પાકિસ્તાન બન્ને ટીમોએ વેસ્ટઈન્ડિઝને 15 T20 મેચમાં હરાવ્યુ છે. અગાઉ ભારતે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટઈન્ડિઝે પ્રથમ ઇનિંગમાં 20 ઓવરમાં 5 વિકેટના નુક્સાને 164 રન બનાવ્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન બ્રેન્ડન કિંગે બનાવ્યા હતા. તેણે 50 બોલમાં 73 રન ફટકાર્યા હતા. તેની આ શાનદાર ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. તો હાર્દિક પંડ્યા અને અર્શદિપ સિંહને 1-1 વિકેટ મળી હતી.

રોહિત શર્માને પહોંચી ઈજા
ભારતનો કેપ્ટન રોહિત શર્માને ઈજા પહોંચી છે. તે જ્યારે 11 રને હતો ત્યારે તેને બેકમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે મેચમાંથી રીટાયર્ડ હર્ટ થયો હતો. BCCIની મેડિકલ ટીમે તેની ઈજાનું તાત્કાલિક મોનિંટરીંગ કર્યુ હતુ. જેમાં BCCIએ જાણ કરી હતી કે રોહિત શર્માને બેક સ્પેમ છે. આ વાતની જાણ BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કરી હતી. હવે સિરિઝની બાકી રહેલી ત્રણ મેચમાં રોહિત શર્મા રમી શક્શે કે નહિ તે વાતની હજુ સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

 

Back to top button