ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, લમ્પી વાયરસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

Text To Speech

ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક યોજાશે. જેમાં પશુમાં પ્રસરતા લમ્પી વાયરસ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. તેમજ ‘હર ઘર તિરંગા અભિયાન’, 15મી ઓગસ્ટની ઉજવણી, પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ અને મંકીપોક્સના વધતા સંક્રમણ અંગે સાથે જ રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં લમ્પી સંક્રમણ સહિત આ મુદ્દા પર થશે ચર્ચા

લમ્પી વાયરસના વધતા કેસે સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે અને રાજ્ય સરકાર રોગચાળાને નાથવા માટે હવે એક્શન મોડમાં આવી ગઇ છે. કેબીનેટ બેઠકમાં લમ્પી વાયરસના સંક્રમણ પર ઝડપી નિયંત્રણ અને વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ

પશુપાલન વિભાગના આંકડા પર નજર કરીએ તો 20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.આ વાયરસથી અત્યાર સુધીમાં 57 હજાર 677 પશુઓ અસરગ્રસ્ત થયા છે. તો લમ્પીના કારણે 1,639 પશુઓનાં મૃત્યુ થયા છે.લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે.કચ્છ જિલ્લામાં 38 હજાર 141 પશુઓ અસરગ્રસ્ત થયા છે. જ્યારે 1190 પશુઓ મોતને ભેટ્યા છે.લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ 11 લાખ 68 હજાર 605 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. તો રસીકરણ બાદ 41 હજારથી વધુ પશુઓ સાજા થયા છે.જ્યારે 14,973 પશુઓ હજુ પણ સંક્રમિત છે.

Back to top button