ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન, જેમ્સ રોબિન્સનને આ વખતે મળશે અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર

Text To Speech

નવી દિલ્હી, 14 ઑક્ટોબર : રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે સોમવારે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વખતે ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ રોબિન્સનને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વખતે અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર વિવિધ દેશોમાં સમૃદ્ધિના તફાવત અંગેના સંશોધન માટે આપવામાં આવશે.

ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ રોબિન્સનને ‘સંસ્થાઓની રચના કેવી રીતે થાય છે અને તે સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે’ તેના સંશોધન માટે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

નિહોન હિડાંક્યોને નોબેલ શાંતિ પુરસ્કાર
આ વર્ષનું નોબેલ શાંતિ પુરસ્કાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન પર થયેલા બોમ્બ હુમલાના પીડિતોની સંસ્થા નિહોન હિડાંક્યોને આપવામાં આવશે. આ સંગઠન વિશ્વને વિનાશક શસ્ત્રોથી મુક્ત કરવાના પ્રયાસોમાં લાગેલું છે.

સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે હાન કાંગની પસંદગી
તેમજ સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર દક્ષિણ કોરિયાના સાહિત્યકાર હાન કાંગને આપવામાં આવ્યો છે. આ મોટો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી કાંગ પ્રથમ દક્ષિણ કોરિયન છે.

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર દર વર્ષે આલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે અને તેના હેઠળ 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન (લગભગ 1.1 મિલિયન ડોલર) આપવામાં આવે છે.

આ પણ વાંચો : દુનિયાની આ જમીન પર કોઈ દેશનો નથી કબજો, કોઈપણ જઈને બની શકે છે PM

Back to top button