ગુજરાતટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને પડશે વધુ એક ફટકો, નરેશ રાવલ તથા રાજુ પરમાર હાથનો સાથ છોડી કેસરીયો ધારણ કરશે

Text To Speech

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ જશે. એટલે કે હવે વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે. ચૂંટણીમાં મેદાન મારવા ભાજપ, કોંગ્રેસ અને AAP એ તૈયારી શરૂ કરી છે. તો બીજીબાજુ નેતાઓ પણ પવનની દિશા જોઈને પોતાના રાજકીય ભાવિનો ફેંસલા લેવાના શરૂ કરી દીધા છે. હાલ કોંગ્રેસની પડતીના દિવસો છે. એક પછી હાથનો સાથ છોડી લોકો અન્ય પક્ષમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આ યાદીમાં વધુ બે નામનો ઉમેરો થશે. કોંગ્રેસના સૌથી જુના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી 17 ઓગસ્ટે કેસરિયો ખેસ ધારણ કરશે.

હાથનો સાથે છોડી કેસરીયો ધારણ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે
ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં નાના-મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે કોંગ્રેસના વધુ 2 દિગ્ગ્જ નેતા 17મીએ ભાજપમાં જોડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ કેસરીયો કરવા જઈ રહ્યા છે. રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.જ્યારે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું. તો અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા.

Gujarat Congress
કોંગ્રેસના સૌથી જુના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી 17 ઓગસ્ટે કેસરિયો ખેસ ધારણ કરશે. (ફાઈલ)

લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. તે ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરીયો કરી લીધો છે.

રઘુ શર્માએ પોતાના જ પક્ષના ધારાસભ્યોને કચરા સાથે સરખાવ્યા
રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી.સોમનાથમાં રઘુ શર્માએ યોજેલી પત્રકાર પરિષદમાં પોતાના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી નાખી હતી.રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે. જે લોકો જીતી શકે તેમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે?પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે, મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે તેની વિગતો છે.

Back to top button