દિવાળી બાદ શનિ દેવ આ રાશિઓ માટે ઊભી કરશે મુશ્કેલીઓ, રાખજો ધ્યાન
- દિવાળી બાદ શનિ દેવ માર્ગી થશે. હાલમાં શનિ કુંભ રાશિમાં એટલે કે તેના જ ઘરમાં છે, હવે તે 15 નવેમ્બરે વક્રીથી માર્ગી થશે
HD ન્યુઝ ડેસ્કઃ શનિદેવને ન્યાયાધીશ કહેવાય છે. તે કર્મનું ફળ આપે છે. શનિની નજરથી કોઈ બચી શકતું નથી. જો શનિ અશુભ હોય તો જીવનમાં ખરાબ ઘટનાઓ બને છે. વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ભરેલું બની જાય છે. શનિની ધીમી ગતિને કારણે તે સરળતાથી તમને છોડતો પણ નથી. આ જ કારણ છે કે શનિદેવનો ઉલ્લેખ કરતાં જ લોકોને પરસેવો આવવા લાગે છે. શનિ ફરી એકવાર ટેન્શન વધારવા માટે આવી રહ્યો છે. જાણો દિવાળી બાદ શનિ દેવ માર્ગી થશે ત્યારે શું અસર થશે?
દિવાળી બાદ શનિ દેવ ચાલ બદલશે
કેલેન્ડર મુજબ દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીના માત્ર 15 દિવસ પછી એટલે કે 15મી નવેમ્બર 2024ના રોજ શનિની માર્ગી થશે. શનિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ કુંભ રાશિનો પણ સ્વામી છે, આ રાશિને શનિનું ઘર કહેવામાં આવે છે. તેનો અર્થ એ કે શનિ તેના પોતાના જ ઘરમાં વક્રીથી માર્ગી થશે. શનિનું આ ગોચર તમામ 12 રાશિઓને અસર કરશે અને દેશ અને દુનિયાને પણ અસર કરશે.
શનિ માર્ગી થતા જ આવશે ફુલ પાવરમાં
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જ્યારે વક્રી થાય છે ત્યારે તે પીડિત થઈ જાય છે કારણ કે પગમાં ઈજા થવાને કારણે શનિને ઊલટી ચાલ ચાલવામાં તકલીફ થાય છે. આ કારણે શનિ નબળો પડે છે, પરંતુ તે માર્ગી થતા જ ફુલ પાવરમાં આવી જાય છે અને તેનું કામ ઝડપથી કરવા લાગે છે. શનિ ન્યાયનો દેવતા છે. તેની સાથે સખત મહેનતનો પણ કારક છે. જે લોકો અત્યાર સુધી સખત મહેનત કરી રહ્યા હતા અને તેમને કોઈ ફાયદો નથી મળી રહ્યો, તો નિરાશ થવાની જરૂર નથી, શનિની સાડાસાતી થતાં જ તે તમને શુભ પરિણામ આપવાનું શરૂ કરી દેશે.
કુંભ (ગ.શ.સ.)
કુંભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી હોવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. શનિની નકારાત્મક અસરને કારણે કુંભ રાશિના લોકોને તેમના કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડશે અને નવી નોકરી મેળવવામાં પણ મુશ્કેલીપડશે. સખત મહેનત કરવા છતાં, તેઓને તેમની કારકિર્દીમાં સફળતા મળી રહી નથી, જ્યારે ઉદ્યોગપતિઓ આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે.
મકર (ખ.જ.)
મકર રાશિના લોકો માટે શનિનું માર્ગી થવું તેમના વૈવાહિક જીવન પર અસર પાડી શકે છે. શનિદેવના નકારાત્મક પ્રભાવને કારણે વ્યક્તિ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને અહંકારી પણ થઈ જાય છે, તેના કારણે તેનું અંગત જીવન તેમજ વૈવાહિક જીવન પણ પ્રભાવિત થાય છે. વ્યક્તિના ગુસ્સાને કારણે તે તેના સંબંધો બગાડે છે. કરિયરની વાત કરીએ તો મકર રાશિના લોકોનું કરિયર પણ બહુ સારું રહેવાનું નથી.
મીન (દ.ચ.ઝ.થ.)
શનિ માર્ગી થવાથી તમારી કરિયર, લવ લાઈફ તેમજ હેલ્થને અસર થાય છે. જો શનિ મીન રાશિના જાતકો પર માર્ગી થવાથી તેમની હેલ્થ પર વિપરીત અસર થઈ શકે છે. તેઓ ઘણી ગંભીર બીમારીઓથી પણ પીડાઈ શકે છે. કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે. તમારા આરોગ્યનું ધ્યાન રાખો, નહીંતર શનિની સીધી ચાલ તમારી હેલ્થ પર નકારાત્મક અસર કરી શકે છે. તમારે તમારી કારકિર્દીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને લવ લાઇફમાં પણ ઘણી મુશ્કેલીઓ આવે તેવું બને.
આ પણ વાંચોઃ સાળંગપુર : કષ્ટભંજનદેવના 176મા પાટોત્સવની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે થશે ભવ્ય ઉજવણી