ટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં વધારો, ગૃહ મંત્રાલયે Z કેટેગરીની સુરક્ષા આપી

Text To Speech
  • ભારતમાં કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપવાનો નિર્ણય ગૃહ મંત્રાલય કરે છે

નવી દિલ્હી, 14 ઓકટોબર: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં આજે સોમવારે વધારો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ જૂથ)ના વડાને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. અગાઉ ચિરાગ પાસવાનને SSB કમાન્ડોની સુરક્ષા આપવામાં આવી હતી. જો કે, Z કેટેગરીની સુરક્ષાની ઉપલબ્ધતા સાથે, તેમને હવે CRPF જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે. હકીકતમાં, આ નિર્ણય IBના ધમકીના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે.

 

કેન્દ્રીય મંત્રીની સુરક્ષા માટે 33 ગાર્ડ તૈનાત રહેશે

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષા માટે હવે કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે. આ સાથે 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ VIPના ઘરે રહેશે. આ ઉપરાંત 6 રાઉન્ડ ધ ક્લોક PSO, ત્રણ શિફ્ટમાં 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો, વોચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને 3 પ્રશિક્ષિત ડ્રાઇવરો ચોવીસ કલાક હાજર રહેશે. ચિરાગ પાસવાનની સુરક્ષા વધારવાનો નિર્ણય તાજેતરની ઘટનાઓના આધારે લેવામાં આવ્યો છે.

Z કેટેગરીની સુરક્ષામાં ખાસ પ્રશિક્ષિત કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. આ સુરક્ષા વ્યવસ્થા 24 કલાક ઉપલબ્ધ રહે છે. તાજેતરમાં ચિરાગ પાસવાનની રાજકીય ગતિવિધિઓમાં વધારો થયો છે. તેમની પાર્ટી અને સમર્થકોએ આ નિર્ણયને આવકાર્યો છે.

કેટલી પ્રકારની સુરક્ષા કેટેગરી છે? જાણો

ભારત સરકાર દ્વારા દેશના કેટલાક લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. મુખ્યત્વે ગૃહ મંત્રાલય દ્વારા X, Y, Y Plus, Z, Z Plus સુરક્ષા  આપવામાં આવે છે. આ સિવાય SPG સુરક્ષા પણ આપવામાં આવે છે, જે માત્ર દેશના વડાપ્રધાનને જ મળી છે. SPG એક અલગ ફોર્સ છે, જે માત્ર વડાપ્રધાનને કવર કરે છે. આ દેશની સુરક્ષા કેટેગરીનું ઉચ્ચતમ સ્તર છે. કેટલીક પરિસ્થિતિઓમાં, PMના પરિવારને પણ સમાન સુરક્ષામાં રાખવામાં આવે છે.

આ પણ જૂઓ: દિવાળી પર ફટાકડા નહીં ફોડી શકે દિલ્હીવાસીઓ, AAP સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

Back to top button