ગુજરાતટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

80 કરોડની સંપતિ અને 400 પુસ્તકોના લેખકની આજે આવી હાલત કોણે કરી? જાણો

એચડી ન્યૂઝ, 14 ઑક્ટોબર ઉત્તર પ્રદેશના વારાણસીના લેખક શ્રીનાથ ખંડેલવાલ ઉર્ફે એસએન ખંડેલવાલ સમાચારમાં છે. આ વરિષ્ઠ લેખક વિશે મોટી માહિતી સામે આવી છે. લેખક એસએન ખંડેલવાલની પ્રોપર્ટી લગભગ 80 કરોડની છે. પરંતુ તેમના બાળકોએ તેમની પ્રોપર્ટી હડપી લઈ તેમને બહાર કરી દીધા છે. તે જ્યારે બીમાર પડયા ત્યારે તેના બાળકોએ “મરી જાવ ત્યારે તેની લાશ બહાર ફેંકી દેવા’ કહ્યું, આ સાંભળી તેમને ખુબ દુઃખ થયુ હતું. અંતે બધાથી કંટાળી તેઓ વૃદ્ધાશ્રમમાં આવી ગયા. હવે તે પોતાની વાર્તા સંભળાવતા જોવા મળે છે.

નોંધનીય છે કે લેખક એસએન ખંડેલવાલે અત્યાર સુધીમાં 400 થી વધુ પુસ્તકો લખ્યા છે. જેમાં 18 પુરાણો, 21 ઉપપુરાણો અને મંત્ર-તત્રના પુસ્તકોનો સમાવેશ થાય છે. તે હજી પણ લેખક તરીકે કામ કરે છે, પરંતુ બાળકોની ઉદાસીનતાએ તેને બેઘર કરી દીધા છે. એટલે વારાણસીના લેખક એસએન ખંડેલવાલને હવે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર બન્યા છે. બાળકો છે, પરંતુ તેમની સંભાળ રાખનાર કોઈ નથી. એક સમયે, સરકારે ખંડેલવાલને પદ્મશ્રી આપવાનું વિચાર્યું હતું, પરંતુ ખંડેલવાલે 10મું પાસ હોવાનું કહીને તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

લેખકે પરિવાર વિશે શું કહ્યું ?

જ્યારે ખંડેલાવાલને તેના પરિવારના સભ્યો વિશે પૂછવામાં આવે છે, ત્યારે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેઓ આ વિષય પર વાત કરવા માંગતા નથી. જો કે, જ્યારે વધારે પૂછવામાં આવ્યું  ત્યારે કહ્યું કે તે કાશીમાં અને પછી અલ્હાબાદમાં રહ્યા છે. એક સમયે જ્યારે તે બીમાર પડ્યા ત્યારે તેના પરિવારે તેની અવગણના કરી. બાદમાં ખંડેલવાલ અહીં વૃદ્ધાશ્રમ પહોંચ્યા હતા. ખંડેલવાલ પોતાના બાળકોથી નારાજ છે. તેણે પોતાના બાળકોને ભણાવ્યા પણ વૃદ્ધાવસ્થામાં તેને બાળકોએ ઘરની બહાર કાઢી મૂક્યા. બાળકો વેપારી અને વકીલ છે પણ પિતાને પૂછતા નથી. ખંડેલવાલના બાળકોએ તેને પોતાની જ મિલકતમાંથી કાઢી મૂક્યા છે. હાલ તેઓ કાશી રક્તપિત્ત સેવા સંઘ વૃદ્ધાશ્રમમાં રહે છે. ખંડેલવાલને આ વર્ષે માર્ચમાં વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. ત્યારથી તે અહીં રહે છે. 80 વર્ષીય ખંડેલવાલ 15 વર્ષની ઉંમરથી લખી રહ્યા છે. એક રીતે તેમનો લેખનનો અનુભવ 65 વર્ષનો છે.

ખંડેલવાલે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદનું જબરદસ્ત ચિંતન કર્યું

તેમણે ગૃહમંત્રીને કહ્યું હતું કે તેઓ માત્ર 10મા ધોરણ સુધી જ ભણ્યા છે જ્યારે પદ્મશ્રી મેળવવાને પાત્ર એવા ઘણા શિક્ષિત લોકો છે. ખંડેલવાલના પુસ્તકો તે સમયથી ઓનલાઈન છે જ્યારે લોકોને ઈન્ટરનેટ વિશે બરાબર ખબર પણ નહોતી. ખંડેલવાલનું ગીતા તત્વ બોધિની એક મહત્વપૂર્ણ પુસ્તક છે કારણ કે તેમાં એક પણ શ્લોક નથી. આ સંપૂર્ણ રીતે સંશોધન આધારિત પુસ્તક છે. ખંડેલવાલે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદનું જબરદસ્ત ચિંતન કર્યું છે. આ સિવાય તેમણે 3 હજાર પેજનું મત્સ્ય પુરાણ લખ્યું છે. તેમણે શિવ પુરાણ, પદ્મ પુરાણ પણ લખ્યું છે. હિન્દી અને સંસ્કૃત ભાષાઓ ઉપરાંત, ખંડેલવાલ આસામી અને બંગાળી ભાષાના પણ વિદ્વાન છે. લેખન કાર્ય હજુ ચાલુ છે.

આ પણ વાંચો..સુરત ડાયમંડ બુર્સમાં વિજયાદશમીના દિવસે હીરાના વધુ 40 વેપારીઓએ શરૂ કર્યો બિઝનેસ

Back to top button