સુરત ડાયમંડ બુર્સમાં વિજયાદશમીના દિવસે હીરાના વધુ 40 વેપારીઓએ શરૂ કર્યો બિઝનેસ
સુરત, 14 ઓકટોબર: સુરત ડાયમંડ બુર્સ(SDB)માં વિજયાદશમીના અવસરે 40 જેટલા હીરાના વેપારીઓએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ઘણા વેપારીઓએ આ પાવન દિવસે હીરાની ખરીદી પણ કરી હતી. ઉપરાંત આ એક દિવસમાં 200 દલાલ મિત્રોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. SDB યોગ્ય રીતે કામગીરી કરી રહ્યું છે અને 4,000 સભ્યોના લક્ષ્યને હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે તેમ સુરત ડાયમંડ બુર્સ દ્વારા માહિતી આપવામાં આવી છે.
વિજયાદશમીના દિવસે કેટલા દલાલ મિત્રોએ કર્યું રજીસ્ટ્રેશન?
સુરત ડાયમંડ બુર્સના જણાવ્યા મુજબ, દલાલ મિત્રોએ સુરત ડાયમંડ બુર્સને હીરા ટ્રેડિંગ માટેનુ એકમાત્ર કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને જણાવ્યું કે તેઓ હવે અહીંથી દલાલી કરશે. આજ સુધીમાં દલાલ મિત્રોની રજીસ્ટ્રેશન માટે 1000થી વધારે અરજીઓ મળી છે. જેમાંથી 500 જેટલા દલાલ મિત્રોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને વિજયાદશમીના એક જ દિવસમાં 200 જેટલા દલાલ મિત્રોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ અવસરે 1000થી વધુ હીરા ઉધોગના વેપારીઓ, દલાલ મિત્રો અને અન્ય મહેમાનોનો હાજરી આપી હતી.
અન્ય હીરા વેપારીઓ વહેલી તકે પોતાની ઓફિસ શરૂ કરશે
સુરત ડાયમંડ બુર્સના મથુરભાઈ સવાણી એ જણાવ્યું હતું કે, આજ સુધી ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે ઘણી મિટિંગો થઈ પરતું આજથી ડાયમંડ બુર્સ શરૂ થઈ ચૂક્યું છે અને દલાલ મિત્રોને જવાબદારી સોંપી હતી કે, અન્ય જે વેપારીઓ એ ઓફિસ શરૂ કરવાની બાકી છે તેમને પણ SDBથી ઓફિસ શરૂ કરવા માટેની જાણ કરે. આ પ્રસંગે હાજર ઘણા વેપારી મિત્રો, જેઓ હીરા ઉદ્યોગના પ્રતિનિધિઓ છે, તેમણે પણ બાહેધરી આપી કે, તેઓ ફક્ત સુરત ડાયમંડ બુર્સમાંથી જ ટ્રેડિંગ અને ખરીદી કરશે, આ જાહેરાતથી સુરત ડાયમંડ બુર્સના અન્ય હીરા વેપારીઓ વહેલી તકે પોતાની ઓફિસ શરૂ કરશે
આ પણ જૂઓ: Olaના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલની વધી મુશ્કેલી, કેબ સર્વિસ પર સરકારની ચાંપતી નજર