ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતીઓને મકાન ભાડે આપનારા ભરાયા

Text To Speech
  • પોલીસ જાણ બહાર રાજકોટમાં પરપ્રાંતીયોને કામે રાખનારા પર કાર્યવાહી
  • પોલીસ સ્ટેશને નોંધ કરાવવા જાહેરનામુ ઘણા લાંબા સમયથી અમલમાં છે
  • 22 જુદા જુદા ગુના નોંધીને 22 શખ્સોની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ હતી

ગુજરાતના રાજકોટ શહેરમાં પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતીઓને મકાન ભાડે આપનારા ભરાયા છે. તેમાં રાજકોટમાં પરપ્રાંતીયોને કામે રાખનારા, મકાન ભાડે આપનારા 22 શખ્સો ઝડપાયા છે. તેમાં કોઈ બહારના રાજ્યના કે દેશના શખ્સો શહેરમાં આવીને આતંકવાદી,ગુનાખોરીના કૃત્યોને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા કોઈ પણ પરપ્રાંતીયને નોકરી પર કામે રાખતા પૂર્વે ઓનલાઈન અને આવા ઈસમોને મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશને તેની નોંધ કરાવવા જાહેરનામુ ઘણા લાંબા સમયથી અમલમાં છે.

22 જુદા જુદા ગુના નોંધીને 22 શખ્સોની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ હતી

રાજકોટમાં પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની ક.223 હેઠળ (કે જે પહેલા આઈપીસી ક. 188 હતી) 22 જુદા જુદા ગુના નોંધીને 22 શખ્સોની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રામનાથપર મેઈનરોડ પર લલિત ફરસાણમાં અને સોનીબજારમાં સિસ્મા પરપ્રાંતીયને કામે રાખવા બદલ એ ડિવિઝન પોલીસમાં તથા બી ડીવીઝનમાં ગરીબે નવાઝ કારખાનામાં પરપ્રાંતીયકારીગર રાખવા બદલ તથા રાજકોટ-ભાવનગર હાઈવે પર ગાયત્રી માર્બલમાં કામે રાખવા બદલ ચિરાગ ઢોલરીયા સામે ગુના નોંધાયા હતા.

એંસી ફૂટના રોડ પર વી.એજ ઢોસાવાલા રેસ્ટોરન્ટમાં કાર્યવાહી

ઉપરાંત સંતકબીર રોડ કૈલાસધારા સોસાયટી, પેડકરોડ સ્વીમીંગ પુલ પાસે, આર્યનગર સોસાયટીમાં મકાન, ભગવતીપરા સમન્વય હાઈટ્સ પાંચમા માળે અને છઠ્ઠા માળે, આજી વસાહત ખોડીયારપરા, રામનગર-6માં ત્રણ મકાનો, પંચનાથ પ્લોટ મેઈનરોડ પર રાયકા ટેલીકોમ નામની દુકાન, રૈયારોડ પર શવપરા-૩માં ગ્રીન વેલનેસ સ્પા, વૈશાલીનગર શેરી નં.10 રૈયારોડમાં 2મકાનો, જામનગર રોડ કન્સ્ટ્રક્શન સાઈટ, રૈયારોડ પર કનૈયા ચોક પાસે દિપક સોસાયટી-1, સાધુ વાસવાણી રોડ પર ઓસ્કાર પ્લાઝા એપાર્ટમેન્ટ ઢોસા રેસ્ટોરન્ટમાં ઘરઘાટી, અક્ષરમાર્ગ ગૌતમનગ2-2, અંબિકાટાઉન શીપ-5,મવડી વિસ્તારમાં સાઈટ પર, એંસી ફૂટના રોડ પર વી.એજ ઢોસાવાલા રેસ્ટોરન્ટમાં નોકર તરીકે રાખવા બદલ 22 ગુના નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સાળંગપુર : કષ્ટભંજનદેવના 176મા પાટોત્સવની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે થશે ભવ્ય ઉજવણી

Back to top button