ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં આ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

Text To Speech
  • છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાએ રિ-એન્ટ્રી કરી છે
  • અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી
  • રાજ્યના અમુક જિલ્લાને યલો એલર્ટ પણ આપ્યું છે

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાએ રિ-એન્ટ્રી કરી છે. હાલમાં મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક પણ વરસાદ પોતાની હાજરી પૂરાવે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

રાજ્યના અમુક જિલ્લાને યલો એલર્ટ પણ આપ્યું છે

હવામાન વિભાગે આગામી 24 કલાકની વરસાદની આગાહી કરતાં રાજ્યના અમુક જિલ્લાને યલો એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્યરૂપે જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના આગાહીના કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી

દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના રૂપે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ઉત્તર ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાને ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી.

Back to top button