સુરત: રાજ્યમાં જળ સંચય માટે જન ભાગીદારી દ્વારા જન આંદોલન શરૂ થશે
- કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની હાજરીમાં યોજાયો કાર્યક્રમ
- રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ RJ, MPના CM અને બિહારના Dy.CM હાજર રહ્યા
સુરત, 13 ઓક્ટોબર : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વૈશ્વીક નેતા અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2021ના વર્ષમાં કેચ ઘ રેઇન યોજના જાહેર કરી હતી આ યોજનાને જન જન સુઘી પહોંચાડવા કેન્દ્રીય જળ શક્તિમંત્રી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રયત્ન કરી રહ્યા છે અને આ યોજનામાં ગુજરાત અન્ય રાજ્યો માટે મોડલ બને તે દિશામાં પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે આજ રોજ સુરત ખાતે સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની ઉપસ્થિતિમાં જળ સંચય – જન ભાગીદારી- જન આંદોલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રી અને બિહારના નાયબ મુખ્યમંત્રીને જળ સંચય-જન ભાગીદારી અંતર્ગત સંકલ્પ પત્ર અર્પણ કરવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમા સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતના કાર્યોના અનેક મોડલ દેશે સ્વીકાર્યા છે તેમા જળ સંચય માટેનુ એક મોડલ નો પણ ઉમેરો થવા જઇ રહ્યો છે. આદરણીય વડાપ્રધાન મોદીએ હર ઘર નળ સે જળ પહોંચે તેના માટે વ્યવસ્થા કરી અને પાંચ વર્ષમા 15 કરોડ ઘરોમાં નળ થી જળ આપવામાં આવી રહ્યુ છે. PM મોદીએ વિકસીત ભારતનો સંકલ્પ આપ્યો છે તેના માટે દરેક ઘર વિકસીત કરવુ જરૂરી છે. PM મોદીએ સ્વચ્છતા માટે ભાર આપ્યો છે અને તેના માટે લાલ કીલ્લા પરથી સ્વચ્છતા માટેની વાત કરી હતી અને આજે PM મોદીના નેતૃત્વમા મોટા ભાગના દેશમા જનતાને શૌચાલય મળે તેની વ્યવસ્થા થઇ. પાણીનો સંગ્રહ નહી કરીએ તો આવનાર પેઢીને પાણી મળવુ મુશકેલ થશે. આ યોજનાથી આવનરા બે વર્ષમાં PM મોદીના નેતૃત્વમાં રાજસ્થાનને પુરતા પ્રમાણમા પાણી મળી રહેશે. આપણા દેશમાં પહેલી વખત 11 નદીઓ જોડવાનું કામ થવા જઇ રહ્યુ છે. પાણી વગર જીવન જીવવુ શક્ય નથી, ખેતી કરવી શક્ય નથી ઉદ્યોગ કરવા શક્ય નથી એટલે વરસાદનુ પાણી જમીનમા સંગ્રહ થાય તેની ચિંતા આપણે કરવી જોઇએ.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે જળ સંચયના કાર્યક્રમ માટે ચાર રાજ્યો ભેગા થયા છે પરંતુ દેશના તમામ રાજયો ભેગા થાય તેવુ કામ આપણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમા કરવાનુ છે. PM મોદીના વિકાસની રાજનીતીના 23 વર્ષ 7 ઓક્ટોમ્બરના રોજ પુર્ણ થયા છે તે દરમિયાન કરોડો લોકોના સ્વપ્ન પુર્ણ સાથે જીવન બદલાયુ છે. વિકાસની રાજનીતી કરવા મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે તે માટે રાજય સરકાર દર વર્ષ 7 થી 15 ઓક્ટોમ્બર સુઘી વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. PM મોદીએ જનતાને મૂળભૂત જરૂરિયાતો મળી રહે તે માટે ખાસ આયોજન કરીને બહુમુખી વિકાસ કર્યો છે. સમાજીક અને આર્થિક બંને દિશામા સમાંતર વિકાસના પરિણામે ભારત વિકાસની પાંચમી મોટી આર્થવ્યવસ્થા બન્યુ છે.
ભારત PM મોદીના નેતૃત્વમા વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. જળ સરક્ષણ અને જળ સૌવર્ધનની દિશામાં PM મોદીની દીર્ધદ્રષ્ટીછી પહેલા ગુજરાત અને હવે આખા દેશમાં નવીજન જાગૃતિ આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી જમીનમાં પાણીનું સ્તર ઉંચુ લાવી શકીએ છીએ અને તેટલા માટે PM મોદીએ કેચ ધ રેઇન યોજના જાહેર કરી છે. સમગ્ર રાજયમા 24.800 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર બનાવીને જન ભાગીદારીથી જળ સંચાય કરવાનો અભિયાનનો મુખ્ય ઉદેશ છે. સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગકારોએ ગુજરાતમા 80 હજાર જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર માટે આર્થિક યોગદાન આપવાનો સંકલ્પ કર્યો છે તે બદલ તેમને અભિનંદન. મોદી સાહેબ હમેંશા કહે છે પાણી વગર કોઇ પણ રાષ્ટ્ર કે સમાજનો વિકાસ સંભવ નથી અને તેમને દેશમા હર ઘર નળ સે જળ યોજના પ્રારંભ કરાવી જેના કારણે લોકોના જીવનમા બદલાવ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ કાર્યક્રમમા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરિયા, સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યશ્રીઓ સંગીતાબેન પાટીલ, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, કાંતિભાઈ બલ્લર, પૂર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડીયા, કુમારભાઈ કાનાણી, પ્રવીણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ તેમજ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહારના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :- પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રાજ્યમાં 13 માર્ગોની કાયાપલટ કરાશે