અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

રાજ્યના ૨૧ જિલ્લાના ૪,૯૦૦થી વધુ લાભાર્થીઓને મળશે આટલા કરોડની સહાયઃ જાણો વિગતો

  • ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત GNLU ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે સહાયનું વિતરણ કરાશે
  • ૧૫ ઓક્ટોબરેયોજાનાર ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમમાં સામાજિક ન્યાય રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર ખાસ ઉપસ્થિત રહેશે
ગાંધીનગર, 13 ઑક્ટોબર, 2024: રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૫ ઓક્ટોબરે ગુજરાતના ૨૧ જિલ્લાના ૪,૯૦૦થી વધુ લાભાર્થીઓને કરોડોની સહાય આપવામાં આવશે. વાસ્તવમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને ૨૩ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વમાં કરેલા વિકાસને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે તથા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યભરના અંદાજિત ૪૯૦૦થી પણ વધુ લાભાર્થીઓને અંદાજે રૂ.૬૮.૦૦ કરોડથી વધુની લોન-સહાયનું વિતરણ કરાશે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી- GNLU, ગાંધીનગર ખાતે આગામી તા.૧૫ ઓક્ટોબર-૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૨૧ જિલ્લાના અંદાજિત  ૪૯૦૦થી વધુ લાભાર્થીઓને રૂ.૬૮.૦૦ કરોડથી વધુની લોન-સહાય વિતરણ કરાશે.
વધુમાં, વંચિતોના કલ્યાણ રાજ્યના સિદ્ધાંતને સાર્થક કરવા કેન્દ્ર સરકાર અને સંવેદનશીલ રાજ્ય સરકારે પ્રજાના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરાવી સશકત કરવા પ્રતિબદ્ધ છે. ત્યારે વંચિતોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ થાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વંચિતોના સશકિતકરણને પ્રેરણા આપતા “વંચિતો વિકાસની વાટે” કાર્યક્રમ થકી અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે બલરાજસિંહ ચૌહાણ, અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ, લક્ષ્મણજી ઠાકોર, જયંતિભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો-લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
Back to top button