બધા સ્કૂટર ખરાબ છે: એક વ્યક્તિએ ઓલા સર્વિસ સેન્ટરની અંદરથી વીડિયો કર્યો શેર, જૂઓ
નવી દિલ્હી, 13 ઓકટોબર, કોમેડિયન કુણાલ કામરા અને ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ વચ્ચે ગ્રાહક સેવાને લઈને થયેલા ઝઘડાએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે. આ દરમિયાન, એક વ્યક્તિએ ઓલા સ્કૂટર અને તેના સર્વિસ સેન્ટર સાથે સંબંધિત તેના દુઃખદ અનુભવને શેર કરીને ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે. તેણે કહ્યું કે તેણે તેનું તદ્દન નવું સ્કૂટર રિપેરિંગ માટે મૂક્યું હતું, પરંતુ જ્યારે તેને જાણ થઈ કે ત્યાં અન્ય ઘણાં વાહનો રિપેરિંગ માટે આવેલાં છે ત્યારે તે નિરાશ થઈ ગયા. મહત્વનું છે કે આ બાબતે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ અંગે વાત કરવામાં આવી છે.
Another paid review of OLA Service Centre.
Give him a job offer @bhash 🤣 pic.twitter.com/IGTko78Dv2
— Kapil (@kapsology) October 8, 2024
ઓલા સ્કૂટીને લઈને અનેક પ્રકારના સમાચાર સતત આવી રહ્યા છે. મોટાભાગના લોકોને ઓલા સ્કૂટીની ફરિયાદ છે. ઘણા લોકો એવો પણ આક્ષેપ કરે છે કે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે એક વ્યક્તિએ ઓલા સર્વિસ સેન્ટરની વાસ્તવિકતાનો વીડિયો બતાવ્યો છે જે પોતે પોતાનું સ્કૂટર રિપેર કરાવવા માટે ત્યાં ગયો હતો વીડિયોમાં કેટલાંક “ક્ષતિગ્રસ્ત” ઓલા સ્કૂટર પાર્ક કરેલા છે. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેનું સ્કૂટર વારંવાર બગડી જાય છે, તે રસ્તાની વચ્ચે અટકી જાય છે. આ વ્યક્તિએ લોકોને 1 લાખ રૂપિયાની કિંમતના ઓલા સ્કૂટરમાં રોકાણ કરતાં પહેલાં બે વાર વિચાર કરવાની કડક ચેતવણી આપી હતી.
વિડિયોમાં શું છે ?
વીડિયોમાં તે વ્યક્તિ કહે છે, “અત્યારે હું ઓલા સર્વિસ સેન્ટરની અંદર છું અને બધા સ્કૂટર અહીં પાર્ક છે. મેં બે મહિના પહેલા જ મારું એકદમ નવું સ્કૂટર ખરીદ્યું છે. હું ખરેખર આ સ્કૂટરથી કંટાળી ગયો છું. હું છેલ્લા કેટલાક સમયથી Ola સ્કૂટર્સમાં ઘણી સમસ્યાઓ હોવાનું જોઈ રહ્યો છું. લાખ રૂપિયાનું સ્કૂટર છે, અને અમે મેનેજરને ફોન કરી રહ્યા છીએ, પરંતુ તે ફોન પણ ઉપાડતા નથી અને બધા થાકી ગયા છે.
વાસ્તવમાં, ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સતત આરોપોનો સામનો કરી રહ્યા છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરની ગુણવત્તા નબળી છે. તેમજ સર્વિસ પણ સારી નથી. આ દરમિયાન, એક વ્યક્તિએ ઓલા સર્વિસ સેન્ટરની વાસ્તવિકતાનો વીડિયો બતાવ્યો છે જે પોતે પોતાનું સ્કૂટર રિપેર કરાવવા માટે ત્યાં ગયો હતો. ઘણા લોકો ઓલાની સ્કૂટી સર્વિસ સેન્ટર અને શોરૂમની બહાર ફેંકી આવે છે. મોટાભાગના લોકોને ઓલા સ્કૂટીની ફરિયાદ છે. ઘણા લોકો એવો પણ આક્ષેપ કરે છે કે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી.
આ પણ વાંચો..બિલ્ડરોને પ્રોજેક્ટની જાહેરાતમાં ફરજિયાત QR કોડ આપવા RERAનો આદેશ, જાણો શું છે કારણ