ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

શું દેશમાં ટ્રેન-જેહાદ શરૂ થઈ છે? હવે સૈન્ય માટે સામગ્રી પસાર થવાની હતી એ ટ્રેક ઉપર ગેસ સિલિન્ડ મળ્યો

રૂરકી (ઉત્તરાખંડ), 13 ઑક્ટોબર, 2024: એવું લાગે છે કે દેશમાં ટ્રેન-જેહાદ શરૂ થઈ છે. છેલ્લા થોડા મહિનાથી દર અઠવાડિયે દેશમાં કોઈને કોઈ ઠેકાણે રેલવે ટ્રેક પર એવી જોખમી વસ્તુઓ મળી રહી છે જે ટ્રેનને ઉથલાવીને જાન અને માલનું ગંભીર નુકસાન કરી શકે. દેશમાં રેલ્વે ટ્રેક પર બેરિકેડ અથવા ગેસ સિલિન્ડર લગાવીને ટ્રેનો ઉથલાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

હવે ઉત્તરાખંડના રૂરકીમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ માલગાડીને ઉથલાવી દેવાના કાવતરાના ભાગરૂપે રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. જે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો હતો તેનો ઉપયોગ લશ્કરી સાધનો વહન કરતી માલસામાન ટ્રેનની અવરજવર માટે થવાનો હતો. લોકો પાયલોટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી

અહેવાલ મુજબ રૂરકીના ધાનેરા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર LPG સિલિન્ડર મળી આવ્યો હતો. ગુડ્સ ટ્રેનના લોકો પાયલટે રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર જોઈને ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી દીધી હતી. ત્યારબાદ લોકો પાયલટે તરત જ મુરાદાબાદ સ્થિત રેલવે કંટ્રોલ રૂમના અધિકારીઓને જાણ કરી. આ માહિતી મળતાં જ રેલવે સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને પાટા પરથી ગેસ સિલિન્ડર હટાવી દીધો હતો. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રેલવે પોલીસે જણાવ્યું કે આ ઘટનાની માહિતી મળતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે કર્મચારીઓએ ટ્રેક પર લગભગ પાંચ કિલોમીટર સુધી સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. હજુ સુધી એ વાતની જાણકારી મળી નથી કે ગેસ સિલિન્ડર કોણે પાટા પર રાખ્યો હતો? ગેસ સિલિન્ડર ધાનેરા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર પાસે રાખવામાં આવ્યો છે. અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ સ્થળે ભારતીય સૈન્યની ટ્રેનોની અવરજવર

રેલવે ટ્રેક પર જ્યાં એલપીજી ગેસ સિલિન્ડર મળી આવ્યો હતો ત્યાંથી બંગાળ એન્જિનિયરિંગ ગ્રુપ અને સેન્ટરનું મુખ્ય મથક થોડુંક જ દૂર છે. આ સ્ટેશનથી ભારતીય સેનાની અવરજવર થતી રહે છે. અહીંથી સેનાના વાહનો અને સૈનિકો માલગાડીઓ મારફતે અન્ય ચોકીઓ પર જાય છે. સેના માટે અહીં એક અલગ રેલવે ટ્રેક પણ બિછાવેલો છે.

આ પણ વાંચોઃ ખોરાકમાં થૂંક અને પેશાબ ભેળવનાર યુવકો અંગે મુસ્લિમ ધર્મગુરુઓ ચૂપ કેમ છે? બાબા રામદેવે ઉઠાવ્યો પ્રશ્ન

Back to top button