ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષસંવાદનો હેલ્લારોસાયન્સ એન્ડ ટેકનોલોજી

આ મહિલા એડવોકેટે કેવી રીતે સોશિયલ મીડિયા પરથી 500 કરતાં વધુ અશ્લિલ વીડિયો ડીલીટ કરાવ્યા?

નવી દિલ્હી, 13 ઑક્ટોબર, 2024: મહિલાઓ અને સગીર છોકરીઓને લગતા સેંકડો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરાવવામાં એક મહિલા એડવોકેટને સફળતા મળી છે. તેમના આ અભિયાનમાં દિલ્હી હાઈકોર્ટનો તેમને પૂરો સહકાર મળ્યો છે એટલું જ નહીં પરંતુ દિલ્હી હાઈકોર્ટે આ એડવોકેટની કામગીરીની પ્રશંસા પણ કરી છે.

વાત એમ છે કે, દિલ્હીનાં એડવોકેટ અમિતા સચદેવા તથા અજય ગુલાટીએ દિલ્હી હાઈકોર્ટમાં એક અપીલ દાખલ કરી હતી જેમાં યુટ્યૂબ ઉપર અયોગ્ય રીતે અપલોડ કરવામાં આવેલા અસંખ્ય વીડિયોને ડીલીટ કરવાની દાદ માગવામાં આવી હતી. આ તમામ વીડિયો મહિલાઓ તેમજ સગીર છોકરીઓને લગતા હતા અને તેમાં અશ્લિલ તથા જુગુપ્સાપ્રેરક સામગ્રી પીરસાઈ હતી.

આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજદારોના ઈરાદા અને પ્રયાસોના વખાણ કર્યા હતા અને તેમને ઈન્ફર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 હેઠળ અપીલ કરવા સૂચના આપી હતી કેમ કે આ કાયદામાં આવી ફરિયાદોના યોગ્ય નિવારણની જોગવાઈ કરવામાં આવેલી છે. તે સાથે હાઈકોર્ટે 18 જુલાઈ, 2024ના રોજ જાહેર હિતની અરજીનો નિકાલ કર્યો હતો.

હાઈકોર્ટના આ નિર્દેશને પગલે એડવોકેટ અમિતા સચદેવા તથા એડવોકેટ અજય ગુલાટીએ યુટ્યૂબની અલગ અલગ 33 ચૅનલ ઉપર પબ્લિશ થયેલા 589 અશ્લિલ વીડિયોની સંપૂર્ણ વિગતો સાથે યુટ્યૂબના ફરિયાદ નિવારણ અધિકારી સમક્ષ 22 ઑગસ્ટ, 2024ના રોજ અરજી કરી હતી.

ફરિયાદ-યુટ્યૂબ - HDNews

જોકે, આવી વિગતવાર માહિતી સાથેની ફરિયાદ છતાં યુટ્યૂબ દ્વારા પૂરતાં પગલાં લેવામાં આવ્યાં નહોતા. જેને પગલે અરજદારોએ આ મામલો ફરિયાદ અપીલ સમિતિ (ગ્રીવન્સ એપેલેટ કમિટી – જીએસી) સમક્ષ ઉપસ્થિત કર્યો. આઈટી ઈન્ટરમીડીઅરીના નિયમોનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તેવી આ સમિતિએ અરજદારો પાસે વધુ વિગતોની માગણી કરી હતી.

ફરિયાદ-યુટ્યૂબ - HDNews

જીએસી દ્વારા ત્રીજી સપ્ટેમ્બરે જારી કરવામાં આવેલા વચગાળાના આદેશને આધારે એડવોકેટ અમિતા સચદેવાએ 9મી સપ્ટેમ્બર, 2024ના રોજ વિગતવાર જવાબ રજૂ કર્યો હતો. જેમાં તેમણે વીડિયો બનાવનાર લોકો દ્વારા મહિલાઓ તેમજ સગીર છોકરીઓને પૂછવામાં આવતા અભદ્ર પ્રશ્નો, તેમની વાતચીત દરમિયાન કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીઓ તેમજ તેમની ઉડાવવામાં આવતી મજાકનો ઉલ્લેખ કર્યો હતો. અમિતા સચદેવાએ આવા 589 વીડિયોની વિગતો સમિતિને આપી હતી.

આશ્ચર્યજનક રીતે જીએસીએ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ આ અરજીનો જવાબ આપ્યો અને અરજદારને વીડિયોમાં રહેલી ચોક્ક વિગતો સાથેનો જવાબ 15 દિવસમાં રજૂ કરવા જણાવ્યું. એડવોકેટ અમિતા સચદેવા જણાવે છે કે, અમને આપવામાં આવેલી સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ જીએસી દ્વારા 11 ઑક્ટોબર, 2024ના રોજ આખરી આદેશ જારી કરી દેવામાં આવ્યો અને વીડિયો દૂર કરવાની અમારી વિનંતીની ઉપેક્ષા કરવામાં આવી.

અલબત્ત, આ અપીલ અને અરજી અને જવાબની કાર્યવાહી હજુ ચાલુ છે, પરંતુ એ દરમિયાન એડવોકેટ અમિતા સચદેવાએ જે 589 વીડિયો સામે વાંધો નોંધાવ્યો હતો તેમાંથી 530 વીડિયો કાયમ માટે ડીલીટ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શૅર કરી છે. તેઓ કહે છે કે, બાકીના અશ્લિલ વીડિયો પણ વહેલી તકે યુટ્યૂબ પરથી દૂર કરી દેવામાં આવે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.

આ મહિલા એડવોકેટે ફેસબુકને પણ અમુક અયોગ્ય એકાઉન્ટ બંધ કરવાની ફરજ પાડી હોવાનું જાણવા મળે છે. આ અંગે સનાતન પ્રભાત નામના મીડિયાએ તાજેતરમાં એક પોસ્ટ કરીને અમિતા સચદેવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ એ જ એડવોકેટ અમિતા સચદેવા છે જેમણે રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિને તેમની રક્ષાબંધન અંગેની ખોટી માહિતી ફેલાવતી X પોસ્ટ ડીલીટ કરવા મજબૂર કર્યાં હતાં. સુધા મૂર્તિએ રક્ષાબંધનના તહેવારને મુસ્લિમ શાસક હુમાયુ સાથે જોડી દઈને વીડિયો પોસ્ટ કર્યો હતો જેની સામે દેશના લાખો લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ અમિતા સચદેવાએ જબરજસ્ત કેમ્પેઈન ચલાવીને સુધા મૂર્તિને એ વીડિયો ડીલીટ કરવા ફરજ પાડી હતી. (સુધા મૂર્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલઃ રક્ષાબંધન અંગે ખોટી માહિતી ફેલાવવાનો એડવોકેટે મૂક્યો આરોપ 

આ પણ વાંચોઃ શું દેશમાં ટ્રેન-જેહાદ શરૂ થઈ છે? હવે સૈન્ય માટે સામગ્રી પસાર થવાની હતી એ ટ્રેક ઉપર ગેસ સિલિન્ડ મળ્યો

Back to top button