ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024નેશનલવિશેષવીડિયો સ્ટોરી

રાવણ દહન સાથે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ વિજયાદશમીઃ જૂઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, 12 ઑક્ટોબર, 2024: વિજયાદશમી નિમિત્તે આજે સમગ્ર દેશમાં ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય કાર્ય ક્રમ દિલ્હીમાં રામલીલા મેદાનમાં યોજાયો હતો જ્યાં રાષ્ટ્રપતિ દ્રૈપદી મૂર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત લાલ કિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અગ્રણીઓ સામેલ થયા હતા. આજે જમ્મુૃ-કાશ્મીરમાં પણ વિજયાદશમી ઉજવાઈ હતી જેમાં નેશનલ કૉન્ફરના નેતા ફારુક અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા.

બીજી તરફ નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ રાવણ દહનમાં હાજરી આપી હતી.

આ ઉપરાંત ગુજરાત સહિત  વિવિધ રાજ્યોની રાજધાનીમાં પણ વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. શ્રીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે ફારુક અબ્દુલ્લાએ એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે કે, કાશ્મીરી પંડિતો માટે ઘરે પરત આવવાનો એટલે કે કાશ્મીર ખીણમાં તેમનાં મૂળ વતનમાં પરત આવવાનો સમય આવી ગયો છે.

મહારાષ્ટ્રમાં આજે મુંબઈમાં શિવસેનાના બે જૂથોએ મોટાપાયે શક્તિપ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાની છે ત્યારે વિજયાદશમીના પ્રસંગે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના તેમજ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પોતપોતાની ક્ષમતાનું પ્રદર્શન કરવાની પણ આ પ્રસંગે તક ઝડપી લીધી હતી.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 100મા વર્ષમાં પ્રવેશ પર, PM નરેન્દ્ર મોદીએ આપ્યો ખાસ સંદેશ, કહ્યું-

Back to top button