ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPLની હરાજી પહેલા ધોનીનો નવો કિલર લુક: લાંબા વાળને કહ્યું અલવિદા, ચાહકો થયા દિવાના

Text To Speech
  • MS ધોનીના ચાહકોની દીવાનગી એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે

HD ન્યૂઝ ડેસ્ક, 12 ઓકટોબર: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન MS ધોનીની સ્ટાઇલ અને હેરકટ હંમેશા ચર્ચામાં રહે છે. ધોની જ્યારે પણ નવા લુકમાં જોવા મળે છે ત્યારે ચાહકોની દીવાનગી એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. IPL 2025ની હરાજી પહેલા પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. હકીકતમાં, માહીએ એક નવો હેરકટ અપનાવ્યો છે. તેમણે લાંબા વાળને બાય-બાય કહ્યું છે. તેના નવા લૂકની તસવીરો સેલિબ્રિટી હેર સ્ટાઈલિશ આલીમ હકીમે સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે. માહીની નવી હેરસ્ટાઈલ માટે ચાહકો ક્રેઝી થઈ ગયા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Aalim Hakim (@aalimhakim)

ચાહકો નવો લુક જોઈને થઈ ગયા પાગલ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા પણ 43 વર્ષીય ધોનીની તસવીરો શેર કરવામાં આવી છે. આ દિગ્ગજ ક્રિકેટર પોતાના નવા લુકથી યુવાનોને માત આપતો જોવા મળે છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, “ચેન્નઈ સુપર કિંગ્સમાં પુનરાગમન કરનારો સૌથી યુવા અનકેપ્ડ ખેલાડી” બીજા ચાહકે કહ્યું કે, “અનકેપ્ડ ધોની અદભૂત દેખાઈ રહ્યો છે. આલીમ હકીમે પણ નિયમોમાં ફેરફાર કર્યો છે.” ત્રીજાએ લખ્યું કે, ”MS ધોની એવરગ્રીન લિજેન્ડ છે. તેમનો વારસો દરેક પસાર થતા દિવસ સાથે વધુ ચમકતો જાય છે. કેપ્ટન કૂલ, લીડર, ફિનિશર – હંમેશા અમારા દિલમાં રહે છે.” અન્ય એક યુઝરે કહ્યું કે, ”ધોની દિવસે ને દિવસે વધુ હેન્ડસમ બનતો જઈ રહ્યો છે.

ગત સિઝનમાં CSKની કેપ્ટન્સી છોડનાર ધોની ફરી એકવાર IPLમાં રમે તેવી આશા છે. BCCIએ બે અઠવાડિયા પહેલા IPL રિટેન્શનના નિયમો જાહેર કર્યા છે, જેમાં એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી શકે છે. તે જ સમયે, જે ભારતીય ખેલાડીઓ ઓછામાં ઓછા પાંચ કેલેન્ડર વર્ષમાં એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી તેમને અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવશે. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019માં રમી હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે બોર્ડે આ નિયમ એટલા માટે બનાવ્યો છે જેથી CSK ધોનીને જાળવી શકે. અનકેપ્ડ ખેલાડીને જાળવી રાખવાનો ખર્ચ માત્ર 4 કરોડ રૂપિયા થશે. CSK આ રીતે હરાજી માટે ઘણી બચત કરી શકે છે.

આ પણ જૂઓ: ઋષભ પંતની એક પોસ્ટથી DC છોડવાની ચર્ચાએ જોર પકડ્યું, જૂઓ એવું તો શું લખ્યું હતું

Back to top button