જેલમાં ભજવાઈ રહી હતી રામલીલા, બે કેદીઓ ‘વાનર’ બનીને ભાગી ગયા
હરિદ્વાર, 12 ઓકટોબર: ઉત્તરાખંડના હરિદ્વાર જેલમાંથી બે કેદીઓ નાસી છૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, તેનો ફાયદો ઉઠાવીને તેઓ ફરાર થઈ ગયા. રિપોર્ટ્સનું માનીએ તો નવરાત્રિ દરમિયાન જેલમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે તમામ અધિકારીઓ અને કેદીઓ રામલીલા જોવામાં વ્યસ્ત હતા. જેનો લાભ લઈને કેદીઓ વાંદરાઓનો વેશ ધારણ કરીને દિવાલ કૂદીને ભાગી છૂટ્યા હતા.
કેદી પંકજ રૂરકીનો રહેવાસી છે, તે હત્યાના કેસમાં સજા કાપી રહ્યો છે અને કેદી રાજકુમાર ઉત્તર પ્રદેશના ગોંડાનો રહેવાસી છે. તે અંડરટ્રાયલ કેદી છે. મોકો મળતા જ બંને જેલમાંથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ જેલમાં હાઈ સિક્યોરિટી બેરેક બનાવવામાં આવી રહી હતી, અહીં એક સીડી લગાવવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને કેદીઓ નાસી છૂટ્યા હતા.
घटना बीती रात की है। रामलीला मंचन के दौरान हरिद्वार जेल से दो कैदी फ़रार हो गए। इधर माता सीता की खोज हो रही थी उधर दो वानर रूपी कैदी दीवार फाँद कर भाग निकले। सब रामलीला मंचन के दृश्यों में डूब थे और ये दोनों सीढ़ी लगाकर दीवार लांघ गए।
फ़रार हुए दोनों क़ैदी जघन्य अपराधों के दोषी… pic.twitter.com/7SNcwfme5u— Ajit Singh Rathi (@AjitSinghRathi) October 12, 2024
ઘટના અંગે માહિતી આપતાં જિલ્લા જેલના વરિષ્ઠ જેલ અધિક્ષક મનોજ કુમાર આર્યએ જણાવ્યું કે તેઓ રજા પર હતા. જેલમાં હાઈ સિક્યોરિટી બેરેક બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં એક સીડી છોડી હતી, જેનો લાભ લઈને બંને નાસી છૂટ્યા હતા.
વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું કે દોષ કોનો છે તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રાત્રે બેરેક બંધ હોય ત્યારે કેદીઓની ગણતરી કરવામાં આવે છે. રાત્રે ગણતરી શરૂ થઈ ત્યારે બે કેદીઓ લાપતા જણાયા હતા. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પંકજ અને રાજકુમાર નામના કેદીઓ ગુમ છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં બંને જેલમાંથી સીડીનો ઉપયોગ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો સાયબર હુમલો! દુનિયાભરમાં ફફડાટ
આ પણ વાંચો : દુનિયાની આ જમીન પર કોઈ દેશનો નથી કબજો, કોઈપણ જઈને બની શકે છે PM