ટ્રાવેલટ્રેન્ડિંગ

કુદરતી સૌંદર્યની સાથે ઐતિહાસિક જગ્યાઓ પણ પસંદ હોય તો રાયસેન ફરવા જાવ

  • રાયસેન ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ મધ્યપ્રદેશનો જિલ્લો છે. અહીં તમને પ્રાચીન કિલ્લાઓ, મંદિરો, ધોધ અને લીલીછમ ખીણો જોવા મળશે

HD ન્યુઝ ડેસ્કઃ રાયસેન જિલ્લો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલો છે. આ વિસ્તાર ઐતિહાસિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીં ભોજપુર મંદિરથી લઈને સાંચી સ્તૂપ સુધી અનેક ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વના સ્થળો છે. જો તમે બે-ત્રણ દિવસ માટે સારો સમય પસાર કરવા માંગતા હો, તો તમે રાયસેન જઈ શકો છો.

રાયસેન ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ મધ્યપ્રદેશનો જિલ્લો છે. અહીં તમને પ્રાચીન કિલ્લાઓ, મંદિરો, ધોધ અને લીલીછમ ખીણો જોવા મળશે. જો તમે મધ્યપ્રદેશની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમારા ટ્રાવેલ લિસ્ટમાં રાયસેનને ચોક્કસ સામેલ કરો.

કુદરતી સૌંદર્યની સાથે ઐતિહાસિક જગ્યાઓ પણ પસંદ હોય તો રાયસેન ફરવા જાવ hum dekhenge news

સાંચી સ્તૂપ

સાંચી સ્તૂપ બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ છે અને તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. આ સ્તૂપ ભારતના સૌથી જૂના સ્તૂપમાંનો એક છે અને તેની કારીગરી અદ્ભુત છે. સાંચી સ્તૂપનું નિર્માણ મૌર્ય સમ્રાટ અશોકે કરાવ્યું હતું.

રાયસેન ફોર્ટ

રાયસેન ફોર્ટ એક ઐતિહાસિક કિલ્લો છે જે એક પહાડીની ટોચ પર આવેલો છે. આ કિલ્લા પરથી તમે આખા રાયસેન શહેરનો નજારો જોઈ શકો છો. આ કિલ્લો લગભગ 800 વર્ષ જૂનો છે અને તેમાં 9 પ્રવેશદ્વાર અને 13 ટાવર છે.

કુદરતી સૌંદર્યની સાથે ઐતિહાસિક જગ્યાઓ પણ પસંદ હોય તો રાયસેન ફરવા જાવ hum dekhenge news

ઉદયપુરા કિલ્લો

ઉદયપુરા કિલ્લો રાયસેન જિલ્લામાં આવેલો અન્ય ઐતિહાસિક કિલ્લો છે. આ કિલ્લો તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતો છે. આ કિલ્લો સેન્ડ સ્ટોનની ટેકરી પર બનેલો છે.

ભોજેશ્વર મંદિર

ભોજેશ્વર મંદિર ભોપાલથી લગભગ 30 કિલોમીટ દૂર છે, જેનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે કરાવ્યું હતું. આ મંદિર તેની વિશાળકાય મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. આ મંદિર સ્થાપત્યના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલીક માન્યતાઓ અનુસાર આ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા પણ કરવામાં આવી હતી. તેને ઉત્તર ભારતનું સોમનાથ પણ કહેવાય છે. મંદિરની બહાર લાગેલા પુરાતત્વ વિભાગના શિલાલેખ અનુસાર આ મંદિરનું શિવલિંગ ભારતના મંદિરોમાં સૌથી ઊંચુ શિવલિંગ છે. એક મત એવો પણ છે માતા કુંતી દ્વારા ભગવાન શિવની પૂજા કરવા માટે પાંડવોએ આ મંદિરનું નિર્માણ એક જ રાતમાં પુરૂં કરવાનો સંકલ્પ કર્યો, જે પુર્ણ ન થઈ શક્યો, આ પ્રકારે આ આજે પણ એક અધુરૂં મંદિર કહેવાય છે.

ભીમબેટકા

ભીમબેટકા ગુફાઓ દેશના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંથી એક છે. પાષાણ કાળ દરમિયાન ગુફાઓ પહેલા ઐતિહાસિક વ્યક્તિઓનું નિવાસસ્થાન હતું. તે આદિ-માનવ દ્વારા બનાવવામાં આવેલા શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. આ શૈલચિત્રો લગભગ નવ હજાર વર્ષ જૂના છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરી છે.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

રાયસેનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળાની ઋતુ (નવેમ્બરથી ફેબ્રુઆરી) છે. આ સમય દરમિયાન અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે અને તમે સરળતાથી ફરવા જઈ શકો છો.

આ પણ વાંચોઃ પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરવો હોય તો આ જગ્યાએ જાવ

Back to top button