ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઋષભ પંતની એક પોસ્ટથી DC છોડવાની ચર્ચાએ જોર પકડ્યું, જૂઓ એવું તો શું લખ્યું હતું

Text To Speech

નવી દિલ્હી, 12 ઓક્ટોબર : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર ઋષભ પંતની એક પોસ્ટથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરનાર આ દિગ્ગજ ખેલાડીએ હરાજીમાં પ્રવેશવાની વાત કરી છે. વર્ષ 2025માં યોજાનારી આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપવાની વાત લખીને આ ખેલાડીએ એવી ચર્ચા શરૂ કરી કે જેના વિશે કોઈ વિચારતું પણ નહોતું.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ થોડા દિવસો પહેલા IPLની હરાજી સંબંધિત નિયમોની જાહેરાત કરી હતી.  ફ્રેન્ચાઇઝી ટીમોને વધુમાં વધુ છ ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. હરાજીમાં રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ પણ સામેલ કરવામાં આવશે. અગાઉ વર્ષ 2022માં મેગા ઓક્શનમાં એક ટીમ વધુમાં વધુ 4 ખેલાડીઓને જ જાળવી શકતી હતી. જેની સંખ્યા હવે વધારીને 6 કરવામાં આવી છે.

શું ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યા છે?

ઋષભ પંતે શનિવારે વહેલી સવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી જેમાં હરાજીમાં તેનું નામ આપવા વિશે લખ્યું હતું. 12.26AM પર કરવામાં આવેલી પોસ્ટમાં ઋષભ પંતે લખ્યું, જો હું હરાજીમાં મારું નામ આપીશ તો શું મને કોઈ ટીમ ખરીદી લેશે કે નહીં. જો મારી બોલી સ્વીકારવામાં આવશે તો મને હરાજીમાં કેટલા પૈસા મળશે?

જ્યારથી આ પોસ્ટ સામે આવી છે, દરેક જગ્યાએ ચર્ચા છે કે શું ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડશે. જો કે, એવું લાગતું નથી કારણ કે ટીમ મેનેજમેન્ટને તેના કેપ્ટન પર પૂરો વિશ્વાસ છે અને રિષભ પંતને રિટેન કરવામાં આવનાર ખેલાડીઓમાં કદાચ પહેલું નામ હશે.

આ પણ વાંચો :- કડીમાં મોટી દુર્ઘટના : માટીની ભેખડ પડતાં 7 મજૂરો દટાયા, 5ના મૃત્યુની પુષ્ટી

Back to top button