ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખોરાકમાં થૂંક અને પેશાબ ભેળવનાર યુવકો અંગે મુસ્લિમ ધર્મગુરુઓ ચૂપ કેમ છે? બાબા રામદેવે ઉઠાવ્યો પ્રશ્ન

Text To Speech

હરિદ્વાર, 12 ઑક્ટોબર, 2024: ખોરાકમાં થૂંક અને પેશાબ ભેળવનાર યુવકો અંગે મુસ્લિમ ધર્મગુરુઓની ચૂપકીદી સામે યોગ ગુરુ સ્વામી રામદેવે પ્રશ્ન ઉઠાવ્યો છે. વાસ્તવમાં ફૂડ ડિલિવરી કરનારા મુસ્લિમ યુવકો અથવા ચા કે ખાણીપીણી વેચનારા મુસ્લિમ યુવકો દ્વારા ખોરાકમાં થૂંકવામાં આવતા હોવાના અથવા તેમાં પેશાબ ભેળવવામાં આવતા હોવાના કિસ્સા વધી રહ્યા હોવા સામે સ્વામી રામદેવે નારાજગીય વ્યક્ત કરી હતી અને સાથે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મુસ્લિમ ધર્મગુરુઓ આ બાબતે ચૂપ શા માટે છે?

જૂઓ વીડિયો – 1

સ્વામી રામદેવે કહ્યું કે, મુસ્લિમ ધર્મગુરુઓએ આ ટ્રેન્ડ રોકવો જોઈએ. તેમણે જણાવ્યું કે, મુસ્લિમ યુવકોના આવાં કૃત્યોથી મુસ્લિમ ધર્મ તથા કુરાન પાક બદનામ થાય છે.

હરિદ્વારના કંખલમાં દિવ્ય યોગ મંદિરમાં સ્વામી રામદેવ તથા આચાર્ય બાલકૃષ્ણે કન્યા પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વાતચીત કરતાં તેમણે કહ્યું કે, આજકાલ સોશિયલ મીડિયા ઉપર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ખોરાકની અંદર થૂંકવામાં આવતું હોય, પેશાબ ભેળવવામાં આવતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. યોગગુરુએ કહ્યું કે, આવી ઘટનાઓને મુસ્લિમ મુલ્લા-મૌલવીઓએ તથા ધર્મગુરુઓએ જ વિરોધ કરવો જોઇએ. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, જાણવા છતાં મુસ્લિમ ધર્મગુરુઓ આવી ઘટનાઓ સામે મૌન કેમ થઈ જાય છે? તેમણે આક્રમક રીતે આવી ઘટનાઓનો વિરોધ કરવો જોઇએ કેમ કે આવી બાબતો સભ્ય સમાજ માટે કલંક સમાન છે.

જૂઓ વીડિયો – 2

આ પણ વાંચોઃ ખડગેના આવા નિવેદનનો નરેન્દ્ર મોદી કેવો જવાબ આપશે? શું આ નિવેદન કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે?

Back to top button