કરવા ચોથ પર બનશે અનેક દુર્લભ રાજયોગ, આ મહિલાઓને ભેટ
- આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબર 2024ના રોજ છે. આ વર્ષે કરવા ચોથનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે કરવા ચોથ પર અનેક દુર્લભ યોગ બની રહ્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે વ્રત રાખે છે. તેમજ અપરિણીત છોકરીઓ પણ ઈચ્છિત વર મેળવવા માટે નિર્જળા વ્રત રાખે છે. કરવા ચોથના ઉપવાસને સૌથી કઠોર ઉપવાસ માનવામાં આવે છે, કારણ કે આ વ્રતમાં આખો દિવસ પાણી વગર રહેવું પડે છે અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ ઉપવાસ તોડવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબર 2024ના રોજ છે. આ વર્ષે કરવા ચોથનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે કરવા ચોથ પર અનેક દુર્લભ યોગ બની રહ્યા છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગજકેસરી યોગ, મહાલક્ષ્મી સાથે શશ યોગ, સમસપ્તક યોગ, બુધાદિત્ય જેવા અનેક રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગોના નિર્માણને કારણે કરવા ચોથના દિવસે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય અચાનક બદલાઈ શકે છે.
કરવા ચોથ પર ગ્રહોની ચાલ
આ વર્ષે બુધ અને સૂર્ય બંને કરવા ચોથના દિવસે તુલા રાશિમાં રહેશે. આ બંને ગ્રહોની યુતિથી બુદ્ધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે શુક્ર વૃશ્ચિક રાશિમાં આવશે અને ગુરૂ સાથે મળીને સમસપ્તક રાજયોગનું નિર્માણ કરશે. સાથે શનિ દેવ પણ પોતાની રાશિ કુંભમાં શશ રાજયોગનું નિર્માણ કરશે. 19 ઓક્ટોબરે ચંદ્રમા પણ વૃષભ રાશિમાં ગુરૂ સાથે યુતિ કરીને ગજકેસરી રાજયોગ બનાવશે. કરવા ચોથ પર આટલો દુર્લભ યોગ પહેલી વાર બની રહ્યો છે. જેનો પ્રભાવ રાશિઓ પર ખૂબ જ જલ્દી પડવાનો છે.
વૃષભ (બ,વ,ઉ)
વૃષભ રાશિની મહિલાઓ માટે કરવા ચોથ ખાસ દિવસ છે. આ બધા યોગો બનવાથી વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. અટકેલાં કામ પૂરાં થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વૃષભ રાશિના લોકોને ખાસ કરીને બુધ, શુક્ર, શનિ અને મંગળ ગ્રહોથી આશીર્વાદ મળશે. વિવાહિત મહિલાઓને તેમના પતિ તરફથી ભરપૂર પ્રેમ મળશે.
કન્યા (પ,ઠ,ણ)
કન્યા રાશિના જાતકો માટે કરવા ચોથનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરવા ચોથ દરમિયાન કન્યા રાશિવાળા લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે છે. આ સાથે બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જે લોકો પરિણીત છે તેમના જીવનમાં ખુશીઓ રહેશે. તમને તમારા પતિ તરફથી સહયોગ મળશે.
તુલા (ર,ત)
તુલા રાશિના જાતકો માટે કરવા ચોથનો દિવસ ખૂબ જ શુભ રહેશે. મનમાં એકાગ્રતા વધશે. આ સાથે બૌદ્ધિક ક્ષમતાનો વિસ્તાર થશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાથી કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. ભાગ્ય તમારા પક્ષે રહેશે. અભ્યાસ કરનારાઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. પરિણીત લોકો માટે કરવા ચોથ શુભ રહેશે.
આ પણ વાંચોઃ દિવાળી પહેલા સૂર્ય ગોચરથી ત્રણ રાશિઓ થશે માલામાલ, વરસશે પૈસા