‘આપણી કોઈ સાથે દુશ્મની નથી, આપણે યુદ્ધ…’રાજનાથ સિંહે દશેરા પર કરી શસ્ત્ર પૂજા, જૂઓ વીડિયો
- કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો સાથે વિજયાદશમીના તહેવારની કરી ઉજવણી
દાર્જિલિંગ, 12 ઓકટોબર: વિજયાદશમીના અવસર પર દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શસ્ત્ર પૂજન કર્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુકના કેન્ટમાં સેનાના જવાનો સાથે શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સુકના કેન્ટમાં સેનાના જવાનો સાથે વાતચીત કરી અને તેમની તબિયત પૂછી. તેણે સેનાના જવાનો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
भारत में विजयादशमी के अवसर पर शस्त्र पूजन की बड़ी पुरानी परंपरा रही है। आज सुकना, दार्जिलिंग में 33 कोर हेडक्वार्टरस में की शस्त्र पूजा। pic.twitter.com/f67IJFyjPz
— Rajnath Singh (@rajnathsingh) October 12, 2024
#WATCH | Defence Minister Rajnath Singh performs Shastra Puja at Sukna Cantt in Darjeeling, West Bengal on #VijayaDashami pic.twitter.com/70tppPXZyB
— ANI (@ANI) October 12, 2024
આજનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક: રાજનાથ સિંહ
વિજયાદશમીના અવસર પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે આજનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. જ્યારે ભગવાન રામે દુષ્ટ રાવણ પર વિજય મેળવ્યો. આ માનવતાની જીત હતી.
આપણા દિલમાં કોઈની સાથે દુશ્મની નથી: કેન્દ્રીય મંત્રી
રાજનાથ સિંહે કહ્યું કે, “આપણે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કારણ કે આપણા દિલમાં કોઈની સાથે દુશ્મની નથી, પરંતુ જ્યારે કોઈ દેશે આપણી અખંડિતતા અને સાર્વભૌમત્વનો અનાદર કર્યો હોય ત્યારે જ આપણે યુદ્ધ લડ્યા છીએ. જ્યારે કોઈ દેશે ધર્મ, સત્ય અને માનવીય મૂલ્યો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે.” આ સાથે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, શસ્ત્ર પૂજા એ એક પ્રતીક છે, જેનો જરૂર પડ્યે પૂરેપૂરી તાકાતથી ઉપયોગ કરી શકાય છે.
વિજયાદશમી પર શા માટે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે?
ઉલ્લેખનીય છે કે, વિજયાદશમીના અવસર પર શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ, દેવીએ રાક્ષસોનો સંહાર કરીને ધર્મ અને દેવતાઓની રક્ષા કરી હતી. રામે પોતાના ધર્મની રક્ષા માટે રાવણનો પણ વધ કર્યો હતો. તેથી, આ દિવસે દેવી અને ભગવાન રામના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. ધર્મની રક્ષા માટે મંદિરો અને ઘરોમાં રાખવામાં આવેલા શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજનની શરૂઆત રાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી.
આ પણ જૂઓ: Video : નબળા હોવું એ ગુનો છે, હિન્દુઓએ આ સમજવું જોઈએ, જૂઓ સંઘના વડાએ દશેરા રેલીમાં શું કહ્યું