ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ જ્યારે આ વિસ્તારમાં સૌથી ઓછી વાવણી થઇ
- ગાંધીનગર જિલ્લામાં ૯૭.૫૨ ટકા વાવેતર થયાનું જણાવવામાં આવ્યું
- ઘાસચારાનું ૩૪,૪૮૨ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ હતું
- ૯૮.૩૪ ટકા સાથે દહેગામ તાલુકો બીજા નંબરે આવ્યો છે
ગાંધીનગર જિલ્લામાં આખરે ખરીફ પાકની વાવણી સત્તાવાર સંપન્ન થયેલી ગણી લેવામાં આવી છે. કૃષિ વિભાગે જાહેર કરેલા વાવેતરના આંકડાના ફાઇનલ રિપોર્ટમાં ગાંધીનગર જિલ્લામાં ૯૭.૫૨ ટકા વાવેતર થયાનું જણાવવામાં આવ્યું છે. તેમાં ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ ૯૮.૮૦ ટકા વાવણી થઇ છે.
૯૮.૩૪ ટકા સાથે દહેગામ તાલુકો બીજા નંબરે અને માણસા તાલુકો ત્રીજા નંબરે
ઉલ્લેખનીય છે કે કલોલમાં સૌથી ઓછી ૯૫.૧૧ ટકા વાવણી થઇ છે. જ્યારે ૯૮.૩૪ ટકા સાથે દહેગામ તાલુકો બીજા નંબરે અને માણસા તાલુકો ત્રીજા નંબરે રહ્યો છે. વાવેતર સંબંધમાં જિલ્લા ખેતીવાડી તંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે ગાંધીનગર તાલુકામાં ૩૨,૧૩૪ હેક્ટરમાં વાવેતરની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ સામે આ વખતે ૩૧,૭૪૭ હેક્ટરમાં વાવેતર થયું છે.
દિવેલાનું વાવેતર ૧૨,૧૫૯ હેક્ટરમાં નોંધવામાં આવ્યું
દહેગામ તાલુકામાં ૪૦,૭૧૧ હેક્ટરની સરેરાશ સામે ૪૦,૦૩૭ હેક્ટરમાં, માણસા તાલુકામાં ૨૭,૬૩૦ હેક્ટરની સરેરાશ સામે ૨૬,૮૩૮ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૨૬,૬૧૧ હેક્ટરની સરેરાશ સામે ૨૫,૩૧૦ હેક્ટર વિસ્તારમાં વાવિધ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લામાં મુખ્ય પાકમાં દિવેલાનું વાવેતર ૨૦,૫૨૦ હેક્ટરમાં, કપાસનું ૧૯,૨૨૫ હેક્ટરમાં, મગફળીનું ૧૫,૮૭૮ હેક્ટરમાં અને દિવેલાનું વાવેતર ૧૨,૧૫૯ હેક્ટરમાં નોંધવામાં આવ્યું છે.
ઘાસચારાનું ૩૪,૪૮૨ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ હતું
બાજરીનું ૮૦૪ હેક્ટરમાં, તુવેરનું ૫૪ હેક્ટર, મગનું ૭૩૬ હેક્ટર, મઠનું ૪૯૫ હેક્ટર, અડદનું ૬૩૦ હેક્ટર, અન્ય કઠોળનું ૬ હેક્ટર, તલનું ૨૨૮ હેક્ટર, સોયાબીનનું ૫૧ હેક્ટર, ગુવારનું ૩,૬૭૭ હેક્ટર, વરીયાળીનું ૧૯૧ હેક્ટર ઉપરાંત શાકભાજીનું ૧૪,૬૧૬ હેક્ટર અને ઘાસચારાનું ૩૪,૪૮૨ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC મળેલ નળ, ગટર, રસ્તાની ફરિયાદનો આંકડો જાણી દંગ રહેશો