Air India ફ્લાઇટનું હાઈડ્રોલિક્સ ફેઈલ થયું, તિરુચિરાપલ્લીમાં લેન્ડ કરાવવા પ્રયાસ
- હાઈડ્રોલિક્સ ફેઈલ થવાના લીધે હવામાં ચક્કર મારી રહ્યું છે
- સાવધાનીના ભાગરૂપે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ તૈનાત કરાયા
તિરુચિરાપલ્લી, 11 ઓક્ટોબર : તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે સાંજે એર ઈન્ડિયાના એરક્રાફ્ટનું હાઈડ્રોલિક્સ ફેઈલ થઈ ગયું હતું. આ કારણે તે જમીન પર ઉતરી શકતો નથી. આ પ્લેનમાં 140 લોકો સવાર છે. એરપોર્ટ ડિરેક્ટરે કહ્યું છે કે પ્લેન, જે હાલમાં ત્રિચીની આસપાસ ફરે છે, તે 45 મિનિટમાં લેન્ડ થવાની અપેક્ષા છે. પાયલોટે હાઇડ્રોલિક ફેલ્યોર અંગે એરપોર્ટને જાણ કરી હતી.
આ પરિસ્થિતિઓમાં હાઇડ્રોલિક નિષ્ફળતા થાય છે
એરક્રાફ્ટમાં હાઇડ્રોલિક નિષ્ફળતા ત્યારે થાય છે જ્યારે લેન્ડિંગ ગિયર, બ્રેક્સ અને ફ્લૅપ્સ જેવા મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવા દબાણયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરતી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે. ત્રિચી જિલ્લા કલેકટરે જણાવ્યું કે એરપોર્ટ ડાયરેક્ટરે જાણ કરી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને વિમાન સુરક્ષિત રીતે ઉતરી શકશે. સાવચેતી તરીકે, અમે એમ્બ્યુલન્સ અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.