મંદિરમાં ગેસ લીક થયો, પૂજારીએ દીવો પ્રગટાવ્યો અને…જૂઓ દર્દનાક વીડિયો
કેરળ, 11 ઓકટોબર : કેરળના તિરુવનંતપુરમમાં એક મંદિરમાં ગેસ લીકેજને કારણે ભયાનક ઘટના ઘટિત થઈ છે. આ મામલો કિલીમનૂર પુડિયાકાવુ ભગવતી મંદિરનો છે. અહીં ગેસ લીકેજના કારણે મંદિરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં મુખ્ય પૂજારી ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. મૃતકની ઓળખ જયકુમારન નમ્બુદિરી તરીકે થઈ છે, જે અઝૂરના રહેવાસી છે, જે 49 વર્ષના હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટના 1 ઓક્ટોબરે સાંજે લગભગ 6.15 વાગ્યે મંદિરના રસોડામાં બની હતી. અહેવાલો અનુસાર આગ LPG સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે લાગી હતી. આવી સ્થિતિમાં આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જે ખૂબ જ દર્દનાક છે.
View this post on Instagram
મંદિરમાં ગેસ લીક થતાં ભયાનક અકસ્માત
પ્રસાદ તૈયાર કર્યા બાદ પુજારી લીકેજ વિશે જાણ્યા વગર રસોડામાંથી બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન જ્યારે તે સળગતો દીવો લઈને પાછા ફર્યા ત્યારે આગ ફાટી નીકળી હતી. સીસીટીવી ફૂટેજમાં પૂજારી દીવો લઈને કિચન તરફ જતા અને દરવાજો ખોલતા જોઈ શકાય છે. થોડી જ ક્ષણોમાં આગ આખા રૂમને લપેટમાં લઈ લે છે અને જયકુમારન ગભરાઈને ભાગતા જોવા મળે છે. કારણ કે તેમની ધોતી આગ પકડી લે છે. મંદિરમાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ તેમને મદદ કરી અને ઝડપથી આગ બુઝાવી દીધી. આ ઘટના બાદ તેને તુરંત નજીકની વેંજારામુડુ સ્થિત પ્રીલેટ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા.
દાઝી ગયેલા પૂજારીનું હોસ્પિટલમાં મૃત્યુ
આ દરમિયાન તેમને સારવાર માટે વેણપાલવટ્ટમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આમ છતાં બે અઠવાડિયા પછી ગુરુવારે સાંજે જયકુમારનનું અવસાન થયું. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક પૂજારી મંદિરની બહાર અલગ-અલગ ભાગોમાં પૂજા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, પૂજારીએ એક રૂમનો દરવાજો ખોલતા જ અચાનક આગ ફાટી નીકળી. પૂજારીઓ ત્યાં આગની જ્વાળાઓથી ભાગતા જોવા મળે છે. આ પછી તે તેમની ધોતી ઉતારીને ફેંકી દે છે. પરંતુ આ પછી, જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, ત્યારે તેઓ મૃત્યુ પામે છે.
આ પણ વાંચો : ગુજરાતના દરિયાઈ માર્ગ ઉપરાંત બીજી કઈ કઈ સરહદેથી દાણચોરીથી ડ્રગ્સ ઘૂસાડાય છે? જાણો