ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નોબેલ શાંતિ પુરસ્કાર જાપાનના નિહોન હિન્ડાક્યો સંગઠનને ફાળે

  • આ સંગઠન હિરોશિમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકોની સાર-સંભાળ રાખે છે

HD ન્યૂઝ ડેસ્ક, 11 ઓકટોબર: જાપાની સંગઠન નિહોન હિન્ડાક્યોએ 2024નો નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો છે. આ સંગઠન હિરોશિમા અને નાગાસાકી (જેને હિબાકુશા તરીકે પણ ઓળખવામાં આવે છે) પરના પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકોની સંભાળ સુનિશ્ચિત કરે છે. આ જાપાની સંસ્થા એ વાતને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે કે, પરમાણુ હથિયારોનો ફરી ક્યારેય ઉપયોગ ન થવો જોઈએ.

 

નોબેલ સમિતિએ જાપાની સંગઠનની કરી પ્રશંસા

જાપાની સંગઠન નિહોન હિન્ડાક્યોની રચના વર્ષ 1956માં કરવામાં આવી હતી, જેનું મિશન પરમાણુ હથિયારથી થતા નુકસાન વિશે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનું છે. નોબેલ સમિતિએ પરમાણુ હથિયારો સામે અવાજ ઉઠાવવા બદલ નિહોન હિન્ડાક્યોની પ્રશંસા કરી હતી.

આવતા વર્ષે હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ છોડવાના 80 વર્ષ પૂરા થશે, જેમાં લગભગ 1 લાખ 20 હજાર લોકો તુરંત મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદના વર્ષોમાં, ઇજાઓ અને રેડિયેશનના સંપર્કને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા. નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે, “નિહોન હિન્ડાક્યોને આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરતી વખતે, અમે તે તમામ બચી ગયેલા લોકોનું સન્માન કરવા માંગીએ છીએ જેમણે પીડાદાયક યાદો હોવા છતાં, શાંતિ પસંદ કરી.”

286 ઉમેદવારો પાસેથી મળી હતી અરજીઓ

નોર્વેજીયન નોબેલ સમિતિને આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે કુલ 286 ઉમેદવારોની અરજીઓ મળી હતી, જેમાંથી 89 સંસ્થાઓ હતી. વર્ષ 2023માં ઈરાની પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમની સંસ્થા ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર ઈરાનમાં પ્રતિબંધિત છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના લિનસ પૉલિંગ વિશ્વના એકમાત્ર એવા વ્યક્તિ છે જેમને બે નોબેલ પારિતોષિક મળ્યા છે. તેમને એક નોબેલ પુરસ્કાર રસાયણશાસ્ત્ર માટે અને બીજું શાંતિ માટે મળ્યું.

આ પણ જૂઓ: ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા નોએલ ટાટા, બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય

Back to top button