અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનવરાત્રિ-2024મધ્ય ગુજરાતવિશેષ

ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીનું અભૂતપૂર્વ દૃશ્ય

Text To Speech

ગાંધીનગર, 11 ઑક્ટોબર, 2024: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં હાલ માતાના નોરતાંની ઉજવણી થઈ રહી છે. આજે શુક્રવારે છેલ્લું નોરતું છે અને ખાસ કરીને ગુજરાતીઓ તેને મન ભરીને માણી લેવા આતુર છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરથી માતાની ભક્તિનું એક અભૂતપૂર્વ દૃશ્ય સૌકોઈને મોહિત કરી રહ્યું છે. ગાંધીનગરના કલ્ચરલ ફોરમ દ્વારા ગઈકાલે ગુરુવારે આઠમની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મા દુર્ગાના દિવ્ય સ્વરૂપને હજારો દીવડા દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું. એ સમયના અદભૂત, અલૌકિક દૃશ્યને ડ્રોન કેમેરા દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું અને આ અનુભૂતિ સૌને માટે અવિસ્મરણીય બની રહી છે!

વર્ષ 2006થી કલ્ચરલ ફોરમના ગરબામાં આરંભાયેલી આ પરંપરા આજે આખા ગુજરાતમાં વિસ્તરી છે. વર્ષ 2011 થી મહાઆરતી દરમિયાન દીવડાઓથી કોઈ આકૃતિ બનાવવાની પરંપરાની શરૂઆત થઈ હતી. આ વર્ષે કલ્ચરલના ગરબામાં હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાઈ હતી. એ સમયે ભારે ઉત્સુકતા અને રોમાંચનું વાતાવરણ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ વરસાદના ટીપાંવાળી થીમ પર માં દુર્ગાનો પંડાલ! ક્રિએટિવિટી જોઈને લોકો દંગ, જૂઓ વીડિયો

Back to top button