ગુજરાત: યુવાનને અમેરિકાના મોટા વેપારી તરીકે ઓળખ આપી યુવતીને ફસાવવું ભારે પડ્યું
- યુવાને યુવતી સાથેના અંગત પળોના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી
- માનસીએ તેનો ઇન્સ્ટાગ્રામ મારફત એક વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો
- નિલ પટેલ તરીકે ઓળખ આપનાર સાથે તે 4 વર્ષ સુધી રિલેશનમાં રહી
યુવાનને અમેરિકાના મોટા વેપારી તરીકે ઓળખ આપી યુવતીને ફસાવવું ભારે પડ્યું છે. જેમાં ગાંધીનગરના કલોલમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં ચિરાગ પ્રહલાદભાઈ મેવાડાએ રાજકોટમાં રહેતી યુવતીને અમેરિકાના મોટા વેપારી તરીકે ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.
યુવાને યુવતી સાથેના અંગત પળોના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી
તેમજ યુવાને યુવતી સાથેના અંગત પળોના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપ્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. જેમાં રાજકોટમાં રહેતી 26 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને માનસી પટેલ નામની યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે તેણે સ્વીકાર્યા બાદ બંને વચ્ચે નોર્મલ વાતચીત થતી હતી. પરંતુ તેને માનસી પટેલની આઈડી ફેક હોવાની શંકા છે.
માનસીએ તેનો ઇન્સ્ટાગ્રામ મારફત એક વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો
માનસીએ તેનો ઇન્સ્ટાગ્રામ મારફત એક વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. જેને માનસીએ પોતાનો ભાઈ ગણાવ્યો હતો. ત્યાર પછી તે વ્યક્તિ સાથે તેણે વાતચીત શરૂ કરી હતી. જેને કારણે બંને વચ્ચેના સંબંધો વધી ગયા હતા. આખરે બંને રૂબરૂ મળ્યા હતા. તે વખતે તે વ્યક્તિએ પોતાનું નામ નિલ પટેલ જણાવી અને કહ્યું કે તે અનમેરિડ છે, હાલ યુએસએમાં આર્મ બિઝનેસ ચાલુ કર્યો છે, તેના માતા-પિતા અને નાની બહેન હયાત નથી.
નિલ પટેલ તરીકે ઓળખ આપનાર સાથે તે 4 વર્ષ સુધી રિલેશનમાં રહી
આ રીતે નિલ પટેલ તરીકે ઓળખ આપનાર સાથે તે 4 વર્ષ સુધી રિલેશનમાં રહી હતી. બાદમાં તેણે લગ્ન કરવાનું કહેતા નિલ પટેલે તેને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. આટલેથી નહીં અટકતા તેના માતા-પિતા, તેને અને ફ્રેન્ડ સર્કલને પણ ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. એક વખત નિલ પટેલ સાથેની મુલાકાતમાં તેના બેગમાંથી તેનો પાસપોર્ટ જોતા તેને ખબર પડી હતી કે ખરેખર તે પરણિત છે. એટલું જ નહીં પાસપોર્ટ મુજબ તેનું નામ ચિરાગ મેવાડા હતું.
યુએસએના બિઝનેસમેન તરીકેની ઓળખ આપી વિશ્વાસઘાત કર્યો
યુએસએના બિઝનેસમેન તરીકેની ઓળખ આપી વિશ્વાસઘાત કર્યો હતો. તેને લગ્ન માટે કહેતા ના પાડતો હતો. એટલું જ નહીં મરી જવાની ધમકીઓ આપી તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કર્યા હતા. સાથોસાથ તેને વાતચીતમાં ફસાવી તેની પાસેથી અગાઉ કેટલીક રકમ પણ લઇ લીધી હતી. તેના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જેથી પોલીસે યુવાન સામે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: આણંદમાં બ્રિજ પર બેફામ કાર ચાલકે બાઈક સવાર યુવાને કચડી નાખ્યો