ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCના એક નિર્ણયથી ફેરિયાઓની દિવાળી સુધરી

Text To Speech
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ ફરી એક વખત ટાળી દીધો
  • ફેરીયાઓની દિવાળી સુધારવા વેન્ડર પોલીસી અંગે 21 દિવસ બાદ નિર્ણય કરવામાં આવશે
  • દિવાળીના સમયમાં ભદ્ર પ્લાઝા, લો-ગાર્ડન સહીતના અન્ય વિસ્તારોમાંથી નીકળવુ ભારે પડશે

અમદાવાદમાં AMCના એક નિર્ણયથી ફેરિયાઓની દિવાળી સુધરી છે. જેમાં પોલીસી અમલનો નિર્ણય વધુ એક વખત મોકૂફ રખાયો છે તેમાં ફેરીયાઓની દિવાળી સુધારવા વેન્ડર પોલીસી અંગે 21 દિવસ બાદ નિર્ણય કરવામાં આવશે.

દિવાળીના સમયમાં ભદ્ર પ્લાઝા, લો-ગાર્ડન સહીતના અન્ય વિસ્તારોમાંથી નીકળવુ ભારે પડશે

ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રુલ્સ મુજબનો અમદાવાદમાં અમલ કરવા અંગે વધુ એક વખત સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય મોકૂફ રખાયો છે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં પ્રોવિઝનલ ટાઉન વેન્ડિંગ કમિટીની બેઠકમાં કરાયેલા નિર્ણયનો અમલ કરાવવો કે કેમ એ અંગે 21 દિવસ બાદ નિર્ણય કરાશે. દિવાળીના સમયમાં ભદ્ર પ્લાઝા, લો-ગાર્ડન સહીતના અન્ય વિસ્તારોમાંથી નીકળવુ ભારે પડશે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ ફરી એક વખત ટાળી દીધો

અમદાવાદમાં 12 ઓકટોબરથી શોપીંગ ફેસ્ટીવલનો આરંભ થઈ રહયો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર તરફથી અમદાવાદના ફેરીયાઓ માટે બનાવવામા આવેલા સ્ટ્રીટ વેન્ડર્સ એકટ-2014 અને ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રુલ્સ-2016 મુજબ રચવામા આવેલ પ્રોવિઝનલ ટાઉન વેન્ડિંગ કમિટીની 25 સપ્ટેમ્બર-2024ના રોજ મળેલી બેઠકમાં નક્કી કરવામા આવ્યા મુજબના નિર્ણયનો અમલ કરાવવા મુકેલી દરખાસ્ત 21 દિવસ માટે મુલ્તવી રખાઈ હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે.

શહેરના તમામ રસ્તાઓ ઉપરના દબાણ દુર કરવા આદેશ આપવામા આવ્યો

એક તરફ ગુજરાત હાઈકોર્ટ તરફથી શહેરના તમામ રસ્તાઓ ઉપરના દબાણ દુર કરવા આદેશ આપવામા આવ્યો છે. જયારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ ફરી એક વખત ટાળી દીધો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ, જાણો કયા છે મેઘની આગાહી

Back to top button