ટ્રેન્ડિંગમનોરંજન

‘વહુ સાથે તો કદી આમ વાત ન કરી’ જયા બચ્ચને કાજોલને ગાલે કિસ કરતા લોકો ભડક્યા

  • જયા બચ્ચને કાજોલને ભેટીને તેના ગાલે કિસ પણ કરી હતી.આ વીડિયો સામે આવતા જ યુઝર્સે આ અંગે કમેન્ટ કરીને જયા બચ્ચનને ટ્રોલ કર્યા છે

HD ન્યુઝ ડેસ્કઃ હાલમાં દરેક જગ્યાએ દુર્ગા પૂજાની ધૂમ મચેલી છે. બોલિવૂડમાં પણ, મા દુર્ગાની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને સ્ટાર્સ તેને ખૂબ જ ભક્તિ સાથે ઉજવે છે. આવી સ્થિતિમાં દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે નવરાત્રીના અવસર પર આલીશાન દુર્ગા પંડાલનું આયોજન કર્યું છે. કાજોલ તેના પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ ધામધૂમથી દુર્ગા પૂજાની ઉજવણી કરે છે. રાની મુખર્જી, અયાન મુખર્જી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ મા દુર્ગાના દર્શન માટે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં જયા બચ્ચન પણ મા દુર્ગાના દર્શન માટે આવ્યા હતા. દુર્ગા પંડાલમાંથી કાજોલ અને જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને એકબીજા સાથે ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બંને એકબીજાને ગળે મળ્યા. એટલું જ નહીં જયા બચ્ચને કાજોલને ભેટીને તેના ગાલે કિસ પણ કરી હતી.આ વીડિયો સામે આવતા જ યુઝર્સે આ અંગે કમેન્ટ કરીને જયા બચ્ચનને ટ્રોલ કર્યા છે.

એકબીજાને ગળે લગાવીને ખિલખિલાતી જોવા મળ્યા

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ અને જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે, જે દુર્ગા પૂજા પંડાલનો છે. આ વીડિયોમાં દુર્ગા પૂજાના બીજા દિવસે કાજોલે ઓરેન્જ કલરની ફ્લોરલ સાડી પહેરી હતી. આ સાડી સાથે કાજોલનું સ્લીવલેસ બ્લાઉઝ તેના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યું છે. આ સાથે અભિનેત્રીએ વાળમાં ગજરા અને ગળામાં સુંદર ચોકર પહેર્યો છે. જયા બચ્ચનના લુકની વાત કરીએ તો તેમણે ડાર્ક યલો કલરની સાડી પહેરી છે. આ દરમિયાન બંને એકબીજા સાથે વાત કરતા, એકબીજાને ગળે લગાડતા અને ખૂબ હસતા જોવા મળે છે. એટલું જ નહીં જયાએ કાજોલને ગાલ પર કિસ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

લોકોએ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી

કાજોલ અને જયા બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કાજોલ અને જયાને એકસાથે જોયા બાદ યુઝર્સે તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. એક યુઝરે લખ્યું, ‘બે નાક ચઢેલા એકસાથે.’ એકે લખ્યું, ‘કાશ તેણે પોતાની વહુને પણ આટલો પ્રેમ બતાવ્યો હોત.’ અન્ય એક લખે છે, ‘તે કદી વહુ ઐશ્વર્યા સાથે આ રીતે જોવા મળી નથી.’ એકે લખ્યું, ‘આ જયા બચ્ચન ઐશ્વર્યા રાય સિવાય બધા સાથે ખુશ દેખાય છે.’ આ વિડિયો પર આવી બીજી ઘણી કોમેન્ટ્સ છે.

આ પણ વાંચોઃ રતન ટાટાનું બોલિવૂડ સાથે પણ હતું કનેક્શન, આ ફિલ્મ કરી હતી પ્રોડ્યુસ, જાણો કોણ હતા હિરો

Back to top button