ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રતન ટાટાના સવારે 10 વાગ્યાથી અંતિમ દર્શન, મુંબઈના વર્લીમાં થશે અંતિમ સંસ્કાર

  • મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા

મુંબઈ, 10 ઓકટોબર: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે 11.30 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. આજે ગુરુવારે રતન ટાટાના પાર્થિવ દેહને નરીમાન પ્લાન્ટના NCPA લૉનમાં રાખવામાં આવશે. રતન ટાટાના નિધન પર મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈમાં તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે પણ તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવાનો નિર્ણય લીધો છે.

 

અંતિમ સંસ્કાર વર્લી સ્મશાનઘાટ ખાતે કરવામાં આવશે

રતન ટાટાના પાર્થિવ દેહને બુધવારે મોડી રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના કોલાબાના ઘરે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને આજે નરીમાન પોઈન્ટ પર લાવવામાં આવશે જેથી સામાન્ય લોકો દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી શકે. તેમના પાર્થિવ દેહને બપોરે 3.30 વાગ્યે અગ્નિસંસ્કાર માટે વર્લીના સ્મશાનઘાટમાં લઈ જવામાં આવશે. આ દરમિયાન, ઝારખંડ સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ સહિત દેશના દિગ્ગજ નેતાઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાંથી નોકરીની કરી હતી શરૂઆત

  • અમેરિકામાં નોકરી કરવાની તૈયારી કરી ચૂકેલા રતન ટાટાએ 1961માં પોતાના કરિયરની શરૂઆત કરી અને ત્યાંથી જ સફળતાના શિખરો સર કરવા લાગ્યા.
  • રતન ટાટાએ પોતાની કારકિર્દીની શરૂઆત જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટથી કરી હતી.
  • શરૂઆતમાં, રતન ટાટા પ્લાન્ટમાં ભઠ્ઠીઓમાં ચૂનાનો પત્થર નાખતા હતા.
  • 1970માં, તેમને મેનેજર બનાવવામાં આવ્યા અને NALCOની કાયાપલટ કરી દીધી.
  • રતન ટાટાએ 1991માં ટાટા ગ્રુપની કમાન સંભાળી હતી
  • ટેટલે, ફોર્ડની બ્રાન્ડ્સ જગુઆર અને લેન્ડ રોવર, કોરસ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ હસ્તગત કરી
  • તે પહેલા ટાટા મોટર્સે ઈન્ડિકા અને નેનો જેવી કાર લોન્ચ કરીને તેનો વિસ્તાર કર્યો હતો
  • TCS જેવી IT કંપની સ્થાપીને સેંકડો યુવાનોને રોજગારી આપી.
  • એર ઈન્ડિયાને પોતાના સામ્રાજ્યમાં સામેલ કર્યું

રતન ટાટાનો છેલ્લો સંદેશ

“ચિંતા કરવાનું કોઈ કારણ નથી…હું સારા મૂડમાં છું.” આ છેલ્લો સંદેશ હતો જે વિશ્વના મહાન ઉદ્યોગપતિ રતન ટાટા દ્વારા લખવામાં આવ્યો હતો. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી રતન ટાટા જીવન જીવવાની કળા શું છે તે સમજાવતા રહ્યા. આખરે બુધવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું. દેશને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે આ વખતે રતન ટાટા સ્વસ્થ ન થઈ શક્યા અને સ્વદેશ પરત ફરી શક્યા નહીં, હંમેશ માટે અલવિદા કહી દીધું. રતન ટાટાના નિધનથી દેશ આઘાતમાં હતો. તેમના અવસાન પર શોક સંદેશાઓનું પૂર આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક ત્રણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી.

ભારત અને વિદેશમાંથી શોક સંદેશોઓનું ઘોડાપૂર 

આજે રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. દેશ-વિદેશમાંથી તેમના માટે શોક સંદેશાઓનો વરસાદ થઈ રહ્યો છે. બધા જાણે છે કે રતન ટાટાએ જેટલી કમાણી કરી તેના કરતા વધુ દાન આપ્યું. તેમણે માત્ર ટાટા ઉદ્યોગ જ નહીં પરંતુ દેશનું નિર્માણ કરવાનું કામ કર્યું.

આ પણ જૂઓ: ટોચના ઉદ્યોગપતિ, ટાટા જૂથના મોભી રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

Back to top button