ટ્રેન્ડિંગવર્લ્ડ

જેલમાં કેદ પૂર્વ PM ઈમરાન ખાનના લીધે પાક. ને લાગ્યો 24 કરોડનો ચુનો, જાણો કેમ

Text To Speech

ઇસ્લામાબાદ, 9 ઓક્ટોબર : જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી દ્વારા સપ્તાહના અંતમાં વિરોધ પ્રદર્શનને કારણે રાજધાની ઈસ્લામાબાદમાં લગભગ 24 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આમાં નુકસાન થયેલી જાહેર અને ખાનગી સંપત્તિનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં હિંસક વિરોધ

ઈસ્લામાબાદના ઈન્સ્પેક્ટર જનરલ ઓફિસ દ્વારા ઈસ્લામાબાદના ચીફ કમિશનરને સુપરત કરાયેલા રિપોર્ટમાં ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો-સમર્થકો દ્વારા સપ્તાહના અંતે કરવામાં આવેલા હિંસક પ્રદર્શનો સંબંધિત માહિતી છે.

ઈમરાનની મુક્તિની માંગ

પાકિસ્તાન સરકાર દ્વારા બંધારણીય સુધારો રજૂ કર્યા બાદ ઈમરાન ખાને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગણી સાથે વિરોધ રેલી બોલાવી હતી. પાર્ટીએ પ્રદર્શન માટે ડી-ચોક સ્થળ પસંદ કર્યું અને આ દરમિયાન ઈમરાનને મુક્ત કરવાની માંગ પણ કરી હતી.

પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકસાન થયું

જિયો ન્યૂઝે પોલીસના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન 14 કરોડ રૂપિયાના 441 સેફ સિટી કેમેરા પણ નાશ પામ્યા હતા. આ સિવાય પોલીસના 10 વાહનો, 31 મોટરસાઈકલ અને 51 ગેસ માસ્કને પણ નુકસાન થયું છે.

આર્થિક નુકસાનનું મૂલ્યાંકન

અહેવાલમાં પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબ દ્વારા મંગળવારે આપવામાં આવેલ નિવેદનનો પણ સમાવેશ થાય છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેમના મંત્રાલયની આર્થિક સલાહકાર શાખાએ વિરોધ પ્રદર્શનને કારણે થયેલા આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કર્યું છે, જે આર્થિક ગતિવિધિઓ અટકી જવાને કારણે 19 અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો :- ચૂંટણી પંચનો કોંગ્રેસ અધ્યક્ષને પત્ર, આ નેતાઓના નિવેદન અંગે વ્યક્ત કરી નારાજગી

Back to top button