ટ્રેન્ડિંગનેશનલ

આડાસંબંધમાં આડખીલી રૂપ બનતા પતિને રસ્તામાંથી હટાવવા પત્નીએ કર્યું આવું, જાણીને રૂવાંડા ઉભા થઈ જશે

અમૃતસર, તા. 9 ઓક્ટોબરઃ અમૃતસરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આડાસંબંધમાં આડખીલી રૂપ બનતા પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ તેના પ્રેમી અને બે ભાઈઓ સાથે મળીને એવો કાંડ કર્યો કે વાંચીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે. અમૃતસરમાં લગભગ અઢી મહિના પહેલા હત્યા કરાયેલા ગોપાલ નગરમાં રહેતા પ્રિન્સ ચૌહાણના મોતનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. રાજકુમારની હત્યા તેની પત્નીએ તેના પ્રેમી અને બે ભાઈઓ સાથે કરી હતી.

યોજનાના ભાગરૂપે, ચારેયએ ખોરાકમાં ઝેર ભેળવીને પ્રિન્સ અને તેની માતાને ખવડાવ્યું હતું. જેથી પ્રિન્સનું મૃત્યુ થયું હતું જ્યારે તેની માતા સમયસર સારવારને કારણે બચી ગઈ હતી. પોલીસે રાજકુમારની પત્ની નવદીપ કૌર નિંદી અને તેના બે ભાઈઓ નુમનસિમરન સિંહ અને જતિન્દર સિંહની ધરપકડ કરી છે, જ્યારે ચોથો આરોપી વરુણ મહેરા ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે  આડાસંબંધોના કારણે નવદીપે આ ગુનો કર્યો હતો.

ડીસીપી વિજય અમલ સિંહે જણાવ્યું કે રાજકુમાર ચૌહાણનું 26 જુલાઈના રોજ અચાનક અવસાન થયું હતું. આ અંગે સંબંધીઓએ શંકા વ્યક્ત કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે પ્રિન્સનું મોત ઝેરના કારણે થયું હતું. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

જ્યોતિષ વિદ્યા શીખતાં શીખતાં સંબંધો બંધાયા

રાજકુમારના મૃત્યુ બાદ તેની પત્ની નવદીપ કૌર ઘરેથી ફરાર થઈ ગઈ હતી જેના કારણે તે પોલીસની શંકામાં હતી. છપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે પંડિત વરુણ પાસેથી જ્યોતિષ શીખવા જતી હતી. આ સમય દરમિયાન, તેમની નિકટતા વધી અને તેમની વચ્ચે આડાસંબંધો બંધાયા. વરુણ તેમના ઘરે આવવા-જવા લાગ્યો. રાજકુમાર અને તેની માતાને તેમની નિકટતા અંગે શંકા થવા લાગી. ધીમે ધીમે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા.

પતિ અને સાસુને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી

આ સમય દરમિયાન, તેણીએ તેના પ્રેમી અને ભાઈઓ સાથે મળીને રાજકુમાર અને તેની માતાને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી. તેણીએ ઝેર મંગાવ્યું અને તે ખોરાકમાં થોડું ભેળવીને બંનેને ખવડાવવાનું શરૂ કર્યું. પ્રિન્સ અને તેની માતાની તબિયત બગડવા લાગી અને એક દિવસ અચાનક પ્રિન્સનું અવસાન થયું. તેની માતાને સમયસર સારવાર મળી હતી જેના કારણે તે બચી ગઈ હતી. ડીસીપીએ જણાવ્યું કે આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ચોથા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ પ્રેમી-પ્રેમિકા માણતા હતા શરીર સુખ, બનાવી લીધો વીડિયો ને પછી…

Back to top button