ટ્રેન્ડિંગનેશનલમીડિયા

IAS Tina Dabiએ સ્પા સેન્ટરનો દરવાજો તોડાવ્યો, અંદરનો નજારો જોઈને ચોંકી ગયા અધિકારી

Text To Speech

રાજસ્થાન, 9 ઓકટોબર :  IAS Tina Dabiએ બાડમેર શહેરમાં એક સ્પા સેન્ટર પર રેડ પાડી હતી. સ્પા સેન્ટરમાંથી પાંચ છોકરીઓ અને બે છોકરાઓને પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા.

બુધવારે જિલ્લા કલેક્ટર ટીના ડાબીની આગેવાની હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68 પર બાડમેર શહેરના ચૌહતાન ચારરસ્તાથી ચામુંડા ચારરસ્તા  સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે.

સ્પા સેન્ટરનો દરવાજો તૂટ્યો
જ્યારે જિલ્લા કલેક્ટર વહીવટી અધિકારીઓ સાથે ચામુંડા ચારરસ્તા પાસે આવેલા સ્પા સેન્ટર પર પહોંચ્યા ત્યારે મેનેજરે ગભરાઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. આ પછી સ્પા સેન્ટરના દરવાજા તોડીને તલાશી લેવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર ટીના ડાબી એક્શન મોડમાં છે. ટીમો બનાવીને સફાઈ વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એક સ્પા સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં 6 જેટલી યુવતીઓ અને 2 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.

સર્ચ દરમિયાન સ્પામાંથી ચાર છોકરીઓ અને બે છોકરાઓ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પોલીસને શંકા છે કે અહીં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર થતો હતો.

આ પણ વાંચો : આદુ ગરમ તાસીર ધરાવે છે. સગર્ભાવસ્થા દરમિયાન આદુની ચા વધારે ન પીવી જોઈએ

Back to top button