ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024

નવરાત્રી બાદ કળશ પર રાખેલા શ્રીફળનું શું કરશો? જાણો આ ઉપાયો

Text To Speech
  • નવરાત્રીના અનુષ્ઠાન પૂરા થયા પછી કળશ પર રાખેલા શ્રીફળનું તમે શું કરો છો? જાણો શું કરી શકો અને શું ન કરવું જોઈએ

HD ન્યુઝ ડેસ્કઃ નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાના પૂજનનું ખાસ મહત્ત્વ હોય છે. મોટાભાગના લોકો પૂજાની સાથે ઘરમાં જ કળશ સ્થાપન કરતા હોય છે અને નોમના દિવસે કન્યા પૂજન અને હવનની સાથે પૂજા પૂરી થાય છે. કેટલાક લોકો કળશ પર રાખેલા શ્રીફળને તોડીને પ્રસાદના રૂપે ખાવાની ભૂલ કરે છે, પરંતુ તેવું કદી ન કરવું, તો કન્ફ્યુઝ થયા વગર જાણો કે કળશ પર રાખેલા શ્રીફળનું પૂજા બાદ શું કરવું જોઈએ?

કળશ પર રાખેલું શ્રીફળ ન ખાવાની માન્યતા

કળશની સ્થાપનામાં શ્રીફળનું વિશેષ મહત્ત્વ હોય છે. કળશની ટોચ પર એક શ્રીફળ મૂકવામાં આવે છે અને તેને ચુંદડી, તેમજ નાડાછડીથી લપેટીને મા દુર્ગાની મૂર્તિ તેની ઉપર સ્થાપિત કરવામાં આવે છે. આ શ્રીફળની નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને મંત્રોચ્ચાર સાથે આહ્વાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શ્રીફળ ન ખાવું જોઈએ. ઘણા વિદ્વાનોનું માનવું છે કે પૂજાનું આ શ્રીફળ તમારા દુ:ખ અને પરેશાનીઓને દૂર કરે છે, તેથી કળશ પર રાખેલું શ્રીફળ ખાવાના ઉપયોગમાં લેવાતું નથી.

નવરાત્રી બાદ કળશ સ્થાપન પર રાખેલા નારિયેળનું શું કરશો? જાણો આ ઉપાયો Hum dekhenge news

પાણીમાં તરતું મુકી શકો

કેટલાક લોકો કળશની ટોચ પર રાખેલા શ્રીફળને નદીમાં અથવા વહેતા પાણીમાં તરતું મુકી દે છે.

ઘરના મુખ્ય દરવાજા પર બાંધી શકો છો

જો તમે ઘરમાં શુભ પરિણામો ઇચ્છતા હોવ અને તમારા પરિવારના સભ્યોને ખરાબ નજરથી બચાવવા માંગતા હોય તો કળશ પર રાખેલા શ્રીફળને લાલ કપડામાં બાંધીને મુખ્ય દરવાજા પર બાંધવું જોઈએ. તે ઘરમાં આવતી દરેક નકારાત્મક ઊર્જાને શોષી લે છે.

ગાયને ખવડાવી શકો છો

ઘણા લોકો કળશ પર રાખેલું શ્રીફળ પોતે ખાવાને બદલે ગાયને ખવડાવી દે છે.

ઘરના મંદિરમાં રાખો

તમે કળશ ઉપર રાખેલા શ્રીફળને પણ લાલ કપડામાં બાંધીને ઘરમાં રાખી શકો છો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ પણ વાંચોઃ નવરાત્રી બાદ નીચનો થશે સૂર્ય, જાણો જનમાનસ પર તેની શું અસર થશે?

Back to top button