ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ટામેટા થયા લાલઘૂમ, કિલોના ભાવે ફટકારી સદી

Text To Speech

નવી દિલ્હી, તા.9, ઓક્ટોબરઃ ટામેટાના ભાવમાં ભડકો થયો છે. એક કિલોનો ભાવ 100 રૂપિયા પહોંચી ગયો છે. ટામેટાના ભાવમાં થયેલા વધારાથી અનેક લોકોએ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. ઘણા શહેરમાં ટામેટાનો ભાવ 120 રૂપિયા છે. કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટ પરથી ખબર પડે છે 8 ઓક્ટોબરે ટમેટાની સરેરાશ કિંમત એક મહિના પહેલાની સરખામણીએ ઘણી વધી ગઈ છે.

ટામેટાના ભાવમાં કેમ આવ્યો ઉછાળો?

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટામેટાના ભાવમાં અચાનક ઉછાળો આવવાનું મુખ્ય કારણે ઓછું વાવેતર અને સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પડેલો ભારે વરસાદ છે. ભારે વરસાદ અને પવનના કારણે ટામેટાનો પાક નાશ પામ્યો છે. ટામેટાનું વાવેતર એક વખત ખરીફ અને એક વખત રવી પાકના રૂપમાં કરવામાં આવે છે. ખરીફ પાક તરીકે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાં તેનું વાવેતર થાય છે.  રવી પાક તરીકે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લા અને કર્ણાટકમાં તેની ખેતી કરવામાં આવે છે. રવી પાકના ટામેટાની ફેબ્રુઆરી-માર્ચમાં વાવણી કરવામાં આવે છે અને લગભગ 160 દિવસ બાદ તેની કાપણી કરવામાં આવે છે. ખરીફ પાકના ટામેટાનું વાવેતર જૂન-જુલાઈમાં કરવામાં આવે છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તેની રોપણી સપ્ટેમ્બર સુધી ચાલુ રહે છે.

શું કહે છે કૃષિ નિષ્ણાતો

કૃષિ નિષ્ણાતોના કહેવા મુજબ, ગત વર્ષે ભીષણ ગરમીના કાણે ખેડૂતોએ ચાલુ વર્ષે ટામેટના બદલે મકાઈ જેવા પાકનું વાવેતર વધાર્યું છે. રવી પાકના ટામેટા 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન સહન કરી શકતા નથી. જ્યારે મકાઈ મોસમનો માર ખમી શકે છે, ઉપરાંત ઈથેનોલ નિર્માતાઓમાં પણ મકાઈની માંગ વધી રહી છે. તેમજ ગત વર્ષે ટામેટાની ખેતીમાં બેક્ટેરિયા જોવા મળ્યા હતા, જેથી પાક ખરાબ થયો હતો.

ભાવમાં ક્યારે થઈ શકે છે ઘટાડો

વેપારીઓના કહેવા મુજબ, હાલ જથ્થાબંધ માર્કેટમાં ટામેટાનો ભાવ 55 રૂપિયા પ્રતિ કિલો આસપાસ છે. આગામી દિવસોમાં આ કિંમત સ્થિત રહેવા કે વધવાની શક્યતા છે. દશેરા બાદ નાસિક અને તેલંગાણામાં નવો પાક આવશે, જે બજારમાં આવતાં ભાવ ઘટી શકે છે. રિટેલ માર્કેટમાં ટામેટાનો ભાવ ઘટવાની શક્યતા હાલ ઓછી છે. આગામી વર્ષે માર્ચ મહિના બાદ ટામેટાના ભાવ ઘટી શકે છે.

આ પણ વાંચોઃ પોતાની ધાર્મિક માન્યતા બીજા પર ન ઠોકી બેસાડો, જાણો મૌલવી પર કેમ ભડકી હાઇકોર્ટ

Back to top button